મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો


SHARE













મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

આત્મા પ્રોજેક્ટ મોરબી દ્વારા મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડૂતોને પ્રાકૃતિક અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કૃષિ પરિસંવાદ અન્વયે જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય અને કરવા માંગતા હોય તે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત, ધન જીવામૃત બનાવવા તથા વિતરણ માટેની માળખાકીય સુવિધા અંગે સહાય યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. આ પરિસંવાદમાં વિશેષ સ્ટોલ રાખી પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતો દ્વારા તેમની પ્રાકૃતિક ખેતીની વિવિધ પેદાશોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું  આ કૃષિ પરિસંવાદમાં ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકઓ, નાયબ ખેતી નિયામક(વિ.), મદદનીશ ખેતી નિયામકઓ, બાગાયત અધિકારી, ખેતીવાડી કર્મચારી અને આત્મા સ્ટાફ તેમજ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.








Latest News