મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૩૨ ગામોની ઉચ્ચ અધિકારીઓએ આકસ્મિક મુલાકત દરમ્યાન ૮૭ પ્રશ્નો સામે આવ્યા


SHARE













મોરબી જિલ્લાના ૩૨ ગામોની ઉચ્ચ અધિકારીઓએ આકસ્મિક મુલાકત દરમ્યાન ૮૭ પ્રશ્નો સામે આવ્યા

મોરબી જિલ્લામાં ૫ તાલુકાના ગામોની ગત તા.૨૨/૧૧/૨૦૨૪ તથા ૨૫/૧૧/૨૦૨૪ ના રોજ મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીશ્રીઓના ૩૨ ગામોની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. આ તપાસ અનુસંધાને ટંકારા તાલુકાના ૫, વાંકાનેર તાલુકાના ૭, મોરબી તાલુકાના ૮, હળવદ તાલુકાના ૭ અને માળીયા(મી.) ૫ ગામ મળી જિલ્લાના કુલ ૩૨ ગામોની મુલાકાત કરવામાં આવી હતી.

આ મુલાકાતનઓ મુખ્ય ઉદ્દેશ ગામડાના પ્રશ્નો અને સમસ્યાઓનો નિવારણ લાવવાનો છે. ત્યારે મોરબી જિલ્લાના ૫ તાલુકાના ૩૨ ગામોની મુલાકાત દરમિયાન કુલ ૮૭ પ્રશ્નો મળ્યા હતા, જે અન્વયે સંબંધિત ખાતાને કલેક્ટરશ્રી દ્વારા સુચના આપવામાં આવી છે. ભુતકાળમાં થયેલ મુલાકાતો અન્વયે ૩૨૦ પ્રશ્નો મળ્યા હતા, જેમાંથી ૧૭૭ પ્રશ્નો સંદર્ભે કામગીરી પુર્ણ કરવામાં આવી છે. બાકીના ૧૪૩ પ્રશ્નોના નિરાકરણની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. આ સાથે તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને પ્રજાના કામ નિયત સમયે પુર્ણ કરવા સમયસર હાજર રહી પ્રજાલક્ષી કામગીરી કરવા પણ સુચના આપવામાં આવી છે.

મોરબી જિલ્લાના સમાવિષ્ટ તાલુકાના ૩૨ ગામોમાં વર્ગ-૧ અને વર્ગ-૨ ના ૩૨-અધિકારીશ્રીઓ દ્વારા આકસ્મિક તપાસણી સમયે ગામે આંગણવાડી, પ્રાથમિક/માધ્યમિક શાળા, ગ્રામ પંચાયત કચેરી, પશુ દવાખાના, પી.એચ.સી./સી.એચ.સી./સબ સેન્ટરની, મઘ્યાહન ભોજન કેન્દ્ર, વ્યાજબી ભાવની દુકાન, બેન્કની મુલાકાત કરતા કુલ ૧૦(દસ)-કર્મચારી ગેરહાજર સમય કરતા મોડા આવ્યા હોય તેવું માલુમ પડ્યું હતું.

મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં તપાસણી અધિકારીઓ દ્વારા આકસ્મિક તપાસણી સમયે ૩૨ ગામો પૈકી વાંકાનેર તાલુકામાં ૧(એક)-તલાટી કમ મંત્રી ગેરહાજર માલુમ પડ્યા હતા. હળવદ, ટંકારા, વાંકાનેર તાલુકાના ૪-ગામોમાં  ૪-PHC સબ સેન્ટરના ૧૦-સભ્યો સમયસર ફરજ પર આવ્યા નહોતા. મોરબી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સંબંધીત ખાતાના વડાઓ પાસે તેઓની તાબાની કચેરીના અધિકારી/કર્મચારી તા.૨૨-૨૫/૧૧/૨૦૨૪ ના રોજની અનઅધિકૃત ગેરહાજરી (નિયત સમય કરતા મોડા આવેલ) તે સ્ટાફ વિરૂધ્ધ શિક્ષાત્મક પગલા ભરવા સુચના આપી છે.







Latest News