મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ માટેની કરેલ અરજી સામે સરકારનો જવાબ રજૂ: વિકટીમ એસો.ના વકીલે જવાબ રજૂ કરવા મુદત માંગી
SHARE









મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ માટેની કરેલ અરજી સામે સરકારનો જવાબ રજૂ: વિકટીમ એસો.ના વકીલે જવાબ રજૂ કરવા મુદત માંગી
મોરબીમાં ઝૂલતા પૂલ કેસમાં જે ફરિયાદ નોંધાયેલ છે અને ઓરોપીઓને પકડવામાં આવ્યા હતા તેના વકીલ મારફતે કોર્ટમાં તેઓ તમામ નિર્દોષ હોવાની અરજી કરવામાં આવી હતી જેમાં સરકાર તરફથી જવાબ રજૂ કરી દેવામાં આવેલ છે જો કે, વિકટીમ એસો. ના વકીલે જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો હતો જેથી આ કેસમાં આગામી તા 10/12 ની મુદત પડી છે.
મોરબીમાં તા 30/10/2022 ના રોજ મચ્છુ નદી ઉપરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો ત્યારે ત્યાં ઝૂલતા પુલ ઉપર હરવા ફરવા માટે થઈને આવેલા લોકોમાંથી મહિલાઓ, બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલા, યુવાનો અને યુવતીઓ સહિત કુલ મળીને 135 લોકોના મોત નીપજયાં હતા જે બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને તે ફરિયાદના આધારે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સહિતના કુલ 10 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને તેને જે તે સમયે જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને લાંબા સમય બાદ તેઓ જામીનમુક્ત થયા હતા આ કેસમાં અગાઉ ભોગ બનેલા પરિવારના વિકટીમ એસો. દ્વારા જે અરજીઓ કરવામાં આવી હતી તે તમામ અરજીઓને કોર્ટે રદ કરી હતી.
ત્યાર બાદ હવે કોર્ટમાં કેસ ચાર્જ ફ્રેમ થાય તેવી શક્યતા હતી. અને સરકારી વકીલ દ્વારા સૂચિત તોહમતનામું કોર્ટમાં મૂકવામાં આવ્યું હતું ત્યાર બાદ આરોપીઓના વકીલ તરફથી જુદી જુદી પાંચ અરજીઓ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં તેઓને આ કેસમાંથી તમામને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. અને આરોપીઓના વકીલ દ્વારા જે અરજી કરવામાં આવી હતી તેમાં જણાવ્યુ હતું કે, આઇપીસીની જે કલમ મુજબ તેઓની સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે કલમ હેઠળ તેઓની સામે ખરેખર કોઈ ગુનો બનતો નથી. જેથી તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવે.
આ કેસની શનિવારે મોરબીની કોર્ટમાં મુદત હતી ત્યારે સરકાર તરફથી આરોપીના વકીલે ડિસ્ચાર્જ માટે જે અરજી કરવામાં આવેલ છે તેનો જવાબ રજૂ કરી દેવામાં આવેલ છે "તમામ આરોપીઓ સામે ચાર્જશીટમાં જે કલમ છે યોગ્ય છે" અને કેસ ગમે ત્યારે ચલાવવો હોય ત્યારે દલીલ કરવા માટે જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની તૈયાર છે તેવું તેમણે કોર્ટમાં કહ્યું હતું જો કે, વિકટીમ એસો.ના વકીલે આરોપીના વકીલે કરેલ ડિસ્ચાર્જ માટેની અરજી સામે વાંધ રજૂ કરવા માટે અને જવાબ રજૂ કરવા અંતે કોર્ટમાં મુદત માંગી હતી જેથી કરીને કોર્ટે આગામી તા 10/12 ની મુદાત આપેલ છે ત્યારે પિડીતોના વકીલ એટ્લે કે વિકટીમ એસો.ના વકીલ તરફથી જવાબ રજૂ કરવામાં આવશે પછી કેસ આગળ વધે તેવી શક્યતા છે.
