મોરબીમાં પોલીસ દ્વારા મહિલા બુટલેગરો-પુનર્વાસન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સ્ટાફ માટે ઘ સાબરમતી રિપોર્ટ ફિલ્મનો ખાસ શો ગોઠવાયો
SHARE
મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સ્ટાફ માટે ઘ સાબરમતી રિપોર્ટ ફિલ્મનો ખાસ શો ગોઠવાયો
મોરબીમાં આવેલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા નવયુગમાં જોબ કરતા 360 જેટલા સ્ટાફ માટે ક્લબ 36 સિનેમામાં 3 સ્ક્રીન બુક કરાવીને ઘ સાબરમતી રિપોર્ટ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ જણાવ્યુ હતું કે, નવયુગનો સ્ટાફ એ માત્ર સ્ટાફ નથી મારો પરિવાર છે નવયુગ હંમેશા પરિવારની જેમ જ રહે છે દરેક સારા નરસા પ્રસંગમાં સાથે જ હોય છે અને રાષ્ટ્રહિત માટેના દરેક કાર્ય કરે છે. હાલમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આવી જ રીતે અગાઉ કાશ્મીર ફાઈલ અને કેરેલા સ્ટોરી સહિતના યુવાનો માટે પ્રેરણાદાયક ફિલ્મોના શોનું આયોજન કરવામાં આવે છે. આ તકે નવયુગ ગ્રૂપના તમામ પ્રિન્સિપાલથી લઈને પ્યુન, રસોયા સિક્યુરિટી, ડ્રાંઇવર ભાઈઓ વગેરેને આવ્યા હતા અને સાથે ફિલ્મ જોયું હતું.