મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ મોરબી જિલ્લામાં સુરક્ષા જવાન-સુપરવાઈઝરની ભરતી માટે ખાસ શિબિરોનું આયોજન મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકની તારીખમાં અનિવાર્ય કારણોસર થયો ફેરફાર
Breaking news
Morbi Today

મોરબીમાંથી દેશી બનાવટની એક પિસ્તોલ-બે કાર્ટિસ સાથે એકની ધરપકડ


SHARE











મોરબીમાંથી દેશી બનાવટની એક પિસ્તોલ-બે કાર્ટિસ સાથે એકની ધરપકડ

મોરબીના વીસીપરા મેન રોડ ઉપર આવેલ પટેલ જીના પડતર પડેલા ખુલ્લા ગ્રાઉન્ડમાંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને બે કાર્ટિસ મળી આવ્યા હતા જેથી પોલીસે 10,200 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીમાં વીસીપરા મેન રોડ ઉપર આવેલ પટેલ જીના પડતર પડેલા ગ્રાઉન્ડમાંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી તથા બે કાર્ટિસ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 10,200 ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી સદામ ઇલિયાસભાઈ કટિયા (24) રહે. વીસીપરા ચાર ગોદામ પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગેની આપેલી વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.પી.જાડેજા ચલાવી રહ્યા છે. અને આ શખ્સની પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની પાસે હથિયાર રાખતો હતો તે દિશામાં તપાસ કરી રહ્યા છે






Latest News