મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ  ગ્રુપ ઓફ કોલેજીસ  ખાતે  બેટી બચાવો , બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ મોરબી: નાળિયેર હેઠળના વિસ્તારનું વિસ્તરણ યોજના હેઠળ બે સમાન વાર્ષિક હપ્તામાં પ્રતિ હેક્ટર ૫૬ હજારની સહાય અપાશે મોરબી: રક્ષા પેન્શનર્સ તથા પરિવાર પેન્શનર્સ માટે અમદાવાદ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન મોરબીમાં સુશાસન સપ્તાહ' અંતર્ગત પ્રશાસન ગાંવ કી ઔર વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ-કલેક્ટરની હાજરીમાં બાળ કલ્યાણ-બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ


SHARE











મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ-કલેક્ટરની હાજરીમાં બાળ કલ્યાણ-બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને કલેક્ટર કે.બી.ઝવેરીની પ્રેરક ઉપસ્થિતિમાં બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ હતી. ત્યારે કલેક્ટરએ બંને સમિતિ હેઠળ કરવામાં આવેલી કામગીરીનું મૂલ્યાંકન કરી બાળકો જે સ્થળોએ આશરે લઈ રહ્યા હોય તે સંસ્થાઓની આકસ્મિક મુલાકાત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. વધુમાં જિલ્લામાં કોઈ પણ વાલી કે અન્ય અસામાજીક પ્રવૃત્તિઓ કરતા જૂથ બાળકો પાસેથી કોઈ પણ જ્ગ્યાએ ભીખ ન મંગાવે તે બાબતની પૂરતી તકેદારી રાખવા તાકીદ કરી હતી. આ બેઠક દરમિયાન સમિતિના સભ્ય દ્વારા કરવામાં આવેલી ગૃહ મુલાકાત, બાળ સંભાળ ગૃહોમાં આશ્રય લઈ રહેલા બાળકો, વિવિધ યોજનાઓ અન્વયે કરવામાં આવેલી કામગીરી અને લાભાર્થીઓની કરવામાં આવેલી ઘર તપાસ, બાળ સંભાળ ગૃહમાં કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ, જેને જાગૃતિના કાર્યક્રમો સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત ચાઈલ્ડ હેલ્પલાઇન અંતર્ગત કરવામાં આવેલ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોશી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ શેરશીયા તથા બંને સમિતિના સહ અધ્યક્ષ, સભ્ય સચિવ અને સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News