મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટુ અને ફોર વ્હીલરના ફેન્સી  નંબરની ઓનલાઇન અરજી કરી શકાશે


SHARE









મોરબી જિલ્લાના ટુ અને ફોર વ્હીલરના ફેન્સી  નંબરની ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે જીજે ૩૬ એડી તથા ફોર વ્હીલર માટે જીજે ૩૬ એસી સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૧૭/૧૧/૨૦૨૧ થી તા.૨૦/૧૧/૨૦૨૧ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૨૧/૧૧/૨૦૨૧ થી તા.૨૨/૧૧/૨૦૨૧ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૩/૧૧/૨૦૨૧ ના રોજ ઓકશનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.  

જિલ્લામાં ગ્રામસભાઓ યોજાશે

ચાલુ વર્ષે પીપલ્સ પ્લાન કેમ્પેઈન અંતર્ગત ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન (GDP) તૈયાર કરવામાં આવી રહ્યો છે. સમગ્ર કામગીરી માટે સબંધિત વિભાગોને વિવિધ યોજનાઓમાં સમાવેશ કરીને ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ અંતર્ગત સર્વગ્રાહી પ્લાન બનાવવા આવશે. આ કામગીરી અંતર્ગત મોરબી જિલ્લાની તમામ ગ્રામપંચાયતોમાં આગામી તા. ૧૦-૧૧ થી ૧૦-૧૨ સુધી ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવનાર છે. આ ગ્રામસભાઓમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહી સંબંધિત વિભાગની યોજનાની ગ્રામસભામાં માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જણાવેલ તમામ કાયમી મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવશે.




Latest News