મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં રોજગારવાંચ્છુ પોતાની પ્રોફાઇલ રોજગાર કચેરીએ એપ્રુવ કરવી શકશે


SHARE









મોરબીમાં રોજગારવાંચ્છુ પોતાની પ્રોફાઇલ રોજગાર કચેરીએ એપ્રુવ કરવી શકશે

અનુબંધમ્ વેબપોર્ટલ પર ઉમેદવાર રોજગાર કચેરી ખાતે જાતે ઉપસ્થિત રહી પોતાની પ્રોફાઇલ એપ્રુવ કરાવવાની રહેશે ત્યારે જિલ્લા રોજગાર કચેરી ખાતે રોજગારવાંચ્છુ નોંધાયેલ ઉમેદવારોનો ડાટા અપલોડ કરવામાં આવેલ છે, જેને ઉમેદવારોએ જાતે ચકાસી, આધાર કાર્ડ અને ફોટો અપલોડ કરી પ્રોફાઇલ એપ્રુવ કરવાની રહે છે. રોજગાર કચેરીની રોજગારલક્ષી સેવાઓ સારી રીતે મળી રહે તે માટે પ્રોફાઇલ એપ્રુવ કરવું જરુરી છે તેથી મોરબી ખાતે નોંધાયેલ તમામ ઉમેદવારોએ આગામી તા. ૧૮/૧૧ સુધીમાં રોજગારવાંચ્છુ ઉમેદવારોએ પોતાની પ્રોફાઇલ એપ્રુવ કરાવવા રોજગાર કચેરી, નવુ સેવા સદન, સો-ઓરડી, મોરબી ખાતે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

વધુ વિગત માટે કોલ સેન્ટર નં.૬૩૫૭ ૩૯૦ ૩૯૦ અથવા ફોન નં.૦૨૮૨૨ ૨૪૦૪૧૯ નો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી બી.ડી. જોબાનપુત્રાની યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, રોજગારલક્ષી સેવાઓ માટે ગુજરાત સરકારશ્રી દ્વારા તાજેતરમાં “અનુબંધમ” વેબ-પોર્ટલ અને મોબાઇલ એપનું લોકાર્પણ કરવામાં આવેલ છે. જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગાર લક્ષી તમામ સેવાઓ પોર્ટલ/વેબ સાઇટ https://anubandham.gujarat.gov.in/home પર  ઉપલબ્ધ થયેલ છે.




Latest News