મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને મહિલાનો આપઘાત


SHARE









મોરબીના બેલા નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને મહિલાનો આપઘાત

મોરબી તાલુકાના બેલા ગામ પાસેથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાનામાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલાએ લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહ પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બેલા ગામથી ખોખરા હનુમાન મંદિર ગામ જવાના રસ્તા ઉપર આવેલ સ્પીરોન કલે નામના સિરામિકના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રામબાઈ કમલેશભાઈ (20) નામની મહિલાએ કોઈ કારણોસર લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ હતો. જેથી તે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યારબાદ આ બનાવ અંગેની દિવ્યેશભાઈ ઝાલરીયા દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.ડી.જોગેલા અને તેની ટીમ ચલાવી રહી છે

અકસ્માતમાં ઇજા

માળીયા હાઇવે રોડ ઉપર આદિત્ય પેટ્રોલ પંપ નજીક ટ્રક સાથે ટ્રક અથડાતાં અકસ્માત થયો હતો જેમાં રમેશ શેખરાજ પ્રજાપતિ (45) રહે. સામખીયારી કચ્છ વાળાને ઇજા થતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જણા કરી હતી.

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ટિંબડી ગામે રહેતા ચાવડા લાખાભાઈ દેવશીભાઈ (38) નામનો યુવાન ઘરેથી બહાર બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ગામ નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા કાજલબેન ચાવડા (22) નામની મહિલાએ કોઈ કારણોસર ફિનાઇલ પી લીધું હતું જેથી 108 મારફતે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી છે.




Latest News