મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો 22 મો સ્નેહ મિલન-ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાશે


SHARE









મોરબીમાં કાલે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો 22 મો સ્નેહ મિલન-ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાશે

મોરબીમાં કાલે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાની હાજરીમાં આ કાર્યક્રમ યોજવાનો છે ત્યારે વિદ્યાર્થીઓના ઇનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી પંથકમાં રહેતા ઝાલાવાડ પંથકના તમામ પાટીદાર પરિવારોએ હાજર રહેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબીમાં દર વર્ષે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા સ્નેહમિલન અને ઈનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આ વખતે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ મોરબી દ્વારા 22 મા સ્નેહ મિલન કાર્યક્રમ સાથે ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે અને કાલે તા. 22 ને રવિવારે સાંજે 4:30 વાગ્યે આ કાર્યક્રમ યોજવાનો છે જેમાં રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, મોરબી પાટીદાર સમાજના આગેવાન ગોવિંદભાઈ વરમોરા તેમજ પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્યો પ્રકાશભાઈ વરમોરા, કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભભાઈ દેથરીયા તથા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ બચુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહેવાના છે અને તેઓ હસ્તે વિદ્યાર્થીઓના સન્માન કરવામાં આવશે અને આ સાથોસાથ ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર સુખદેવ ધામલીયાના હાસ્યરસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેથી આ કાર્યક્રમમાં ઝાલાવડ પંથકના દરેક પાટીદાર પરિવારોએ સહ પરિવાર હાજર રહેવા માટે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ પ્રકાશભાઈ કેશવજીભાઈ કાચરોલા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News