મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે એસિડ પી ગયેલ સગીરને રાજકોટ સારવારમાં ખસેડાયો


SHARE









મોરબીમાં ઘરે એસિડ પી ગયેલ સગીરને રાજકોટ સારવારમાં ખસેડાયો

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા સગીરે કોઈ કારણોસર પોતાની ઘરે એસીડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવેલ છે. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ મેઇન રોડ ઉપર રહેતા ઈબ્રાહીમભાઇ કોટાણી ના 17 વર્ષના દીકરા ઝાકીરે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે ગઈકાલે રાત્રે 10:00 વાગ્યા અરસામાં એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી વધુ તપાસ એમ.એચ. વાસાણી ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં

રાજસ્થાનના પ્રતાપગઢ ગામના રહેવાસી રાયસિંગ (42) નામના યુવાનને રોડ ક્રોસ કરતો હતો દરમિયાન બાઈક ચાલકે તેને હડફેટે લેતા તે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે.




Latest News