મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં જુદાજુદા પાંચ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓને ઇજા


SHARE









મોરબી જિલ્લામાં જુદાજુદા પાંચ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓને ઇજા

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં બાઇક સ્લીપ થવાથી પાંચ વ્યક્તિઓને ઇજાઓ થવાથી તેને મોરબીની જુદીજુદી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા અને આ બનાવની પોલિસેને જાણ કરવામાં આવતા પોલીસે બનાવોની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેરમાં આવેલ મચ્છી પીઠ પાસેથી બાઇક લઇને પસાર થતા અલી ઉમરભાઈ કટિયા (૨૧) રહે ટાવર ચોક સુરેન્દ્રનગર વાળાનું બાઇક સ્લીપ થવાથી તેને ઇજાઓ થઈ હતી અને તેના મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા અને આવી જ રીતે હળવદના ઘનશ્યામપુરથી જેઠવા ધાર બાજુ બાઇક લઇને જઇ રહેલા કિશોરભાઈ ભીખાભાઈ તારબૂંદિયા (૩૨) રહે ઘનશ્યામપુર વાળાનું બાઈક સ્લીપ થઈ જવાના કારણે તેઓની ઈજા થઈ હતી અને આ બંને વ્યકતીને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા

 મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા વલ્લભભાઈ દેવકરણભાઇ કાસુન્દ્રા (૬૫) પોતાનું બાઇક લઇને ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરેથી વાડીએ જતા હતા ત્યારે તેની નદીના કાંઠે કોઠારીયા રોડ ઉપર તેનું બાઈક સ્લીપ થઈ જવાના કારણે તેને હાથે પગે ઈજાઓ થઈ હતી જેથી કરીને વલ્લભભાઈ કાસુન્દ્રાને સારવાર માટે લઈ ગયા હતા અને બનાવની મોરબી પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી

મોરબીના જૂના ચોક પાસે આવેલ ચિત્રકૂટ સિનેમા પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા હુસેનભાઇ નુરુદ્દીનભાઈ સમા (૫૯)નું બાઇક સ્લીપ થઈ જવાથી તેને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવારમાં લઈ ગયા હતા અને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી વાંકાનેર તાલુકાના કાશીયા ગાળા ગામ પાસે બાઇક સ્લીપ થવાને કારણે અમિત કેસાભાઈ પાટડીયા નામના યુવાનને ઈજા થવાના કારણે તેને સારવાર માટે મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલા આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ટ્રકમાથી નીચે પટકાયો

મોરબીના લાલપર ગામ પાસે આવેલ અવધ કટીંગ નામના કારખાનાની અંદર કામગીરી દરમિયાન ટ્રક લોડિંગ કરતા સમયે ટ્રકમાથી પડી જવાથી જીવરાજભાઈ ધકુભાઈ પરમાર (૫૫) રહે. વિજયનગર સોસાયટી વાળાને ઇજાઓ થવાના કારણે મોરબીમાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના જેલ રોડ ઉપર આવેલ વાલ્મીકિવાસ વિસ્તારની અંદર રહેતા બાબુભાઈ સોલંકીના પત્ની સોનલબેન (૪૦) કોઈ કારણોસર પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News