મોરબીમાં નેક્ષસ સીનેમાની કેન્ટીનમાં દેકારો કરતાં ચાર શખ્સોને રોકવા ગયેલા કર્મચારીને માર માર્યો
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં આજે મોરબી જિલ્લા ભાજપનું વિરાટ સ્નેહ મિલન યોજાશે
SHARE
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં આજે મોરબી જિલ્લા ભાજપનું વિરાટ સ્નેહ મિલન યોજાશે
મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આજે સાંજે મુખ્યમંત્રીની હાજરીમાં મોરબી ખાતે ભાજપ પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ સાંસદો, ધારાસભ્યો, માજી ધારાસભ્યોએ સહિતના આગેવાનો હાજર રહેવાના છે
મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા, જેસંગભાઈ હુંબલ અને રણછોડભાઈ દલવાડીની આગેવાની હેઠળ મોરબી જિલ્લાની અંદર ભાજપ પરિવારનુ આજે સાંજે સ્નેહમિલન રાખવામાં આવ્યું છે અને મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા કંપની સામે આવેલ જે.પી. ફાર્મ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રિય કેબિનેટ મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, મંત્રી બ્રિજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા અને પૂનમબેન માડમ, જયંતિભાઈ ક્વાડિયા, કૃભકોના ડાયરેક્ટર મગનભાઇ વડાવિયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા, ટંકારાના માજી ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, મોરબી યાર્ડના ચેરમેન ભવનભાઈ ભાગીયા, હળવદ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહેવાના છે આ કાર્યક્ર્મમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાથી લગભગ ૫૦૦૦થી વધુ લોકો હાજર રહે તેવી તૈયારીઓ ભાજપ પરિવાર દ્વારા કરવામાં આવી છે