મોરબી અને વાંકાનેરમાં એક-એક યુવાને પોતાના જ ઘરમાં અંતિમ પગલાં ભર્યા
મોરબીના નાનીવાવડી ગામે બીમારીથી કંટાળીને વૃદ્ધે ઘરમાં જ અણધાર્યું પગલું ભર્યું
SHARE
મોરબીના નાનીવાવડી ગામે બીમારીથી કંટાળીને વૃદ્ધે ઘરમાં જ અણધાર્યું પગલું ભર્યું
મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા વૃદ્ધને હરસની તથા છાતીમાં દુખાવાની બીમારી હતી અને તેની દવા લેવા છતાં પણ બીમારી મટતી ન હતી જેથી કરીને કંટાળીને વૃદ્ધે પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા પુંજાભાઈ મોતીભાઈ મકવાણા (67) નામના વૃદ્ધે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મૃતકના દીકરા મહેશભાઈ પુંજાભાઈ મકવાણા (36) રહે. નાની વાવડી વાળા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી પ્રમાણે મૃતક પુંજાભાઈ મકવાણાને હરસની તથા છાતીમાં દુખાવાની બીમારી હતી જેની દવા લેવા છતાં બીમારી મટતી ન હતી જેથી કંટાળી જઈને પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે
મારા મારીમાં ઇજા
મોરબીના ઇન્દિરાનગર ખાતે રહેતા ફિરોજ કરીમભાઈ ભટ્ટી (32) નામનો યુવાન મહેન્દ્રનગર ગામે આવેલ બસ સ્ટેશન પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારતા બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફિરોજ ભટ્ટીને ઇજાઓ થયેલ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાના રહેતા જયેશભાઈ નેસડિયા (35) નામનો યુવાન ઘરેથી બેંકે જઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે એકટીવા આવતા અકસ્માત થયો હતો અને બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને યુવાનને ઇજા થતાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.









