મોરબીમાં મકરાણીવાસ અને વિસીપરામાં બે રેડ: પ્રતિબંધિત 192 ચાઈનીઝ ફીરકી સાથે બે શખ્સ ઝડપાયા
મોરબીના રવાપર નજીક ખેતર પાસે જુગાર રમતા 6 શખ્સ 78,600 ની રોકડ સાથે ઝડપાયા
SHARE
મોરબીના રવાપર નજીક ખેતર પાસે જુગાર રમતા 6 શખ્સ 78,600 ની રોકડ સાથે ઝડપાયા
મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર ખેતર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 78,600 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ જેન્તીભાઈ બરાસરાની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જેન્તીભાઈ દેવકણભાઈ બરાસરા (58) રહે. હનુમાનજી મંદિર પાછળ ચંદ્રદીપ એપાર્ટમેન્ટ બ્લોક નં-102 રવાપર, ભરતભાઈ છગનભાઈ કડીવાર (53) રહે. દલવાડી સર્કલ પાસે વૃંદાવન પાર્ક રેમ્બો એપાર્ટમેન્ટ બ્લોક નં-101 મોરબી, રમેશભાઈ મગનભાઈ સરડવા (52) રહે, પ્રભુ કૃપા ટાઉનશીપ ફોક્સ સ્ક્વેર-1 બ્લોક નં-703 મોરબી, રાઘવજીભાઈ અજાભાઈ દેસાઈ (62) રહે. ગોલ્ડન માર્કેટ પાછળ રવાપર, સુરેશ રામજીભાઈ ઘોડાસરા (52) રહે. હનુમાનજી મંદિર પાસે રામ બંધન એપાર્ટમેન્ટ બ્લોક નં-601 મોરબી અને શામજીભાઈ બચુભાઈ પરમાર (38) રહે સરવડ તાલુકો માળીયા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 78,600 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.









