મોરબીના રાજપર-પંચાસર ગામની સીમમાં દીપડો દેખાયો: રાતે કોઈને વાડીએ બહાર ન સુવા ફોરેસ્ટ અધિકારીની સૂચના
મોરબીના શનાળા રોડે સરદારબાગના નવીનીકરણના કામનું આજે ધારાસભ્યો-કમિશ્નરની હાજરીમાં ખાતમુહૂર્ત
SHARE
મોરબીના શનાળા રોડે સરદારબાગના નવીનીકરણના કામનું આજે ધારાસભ્યો-કમિશ્નરની હાજરીમાં ખાતમુહૂર્ત
મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવી તેને ગણતરીના દિવસો જ થયા છે ત્યાં વિકાસકામો કમિશ્નરે ચાર્જ લેતાની સાથે જ શરૂ કરી દેવામાં આવેલ છે અને આજે સાંજે મોરબીના શનાળા રોડે આવેલ સરદારબાગના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે ધારાસભ્યો અને કમિશ્નર સહિતના હાજર રહેશે.
મોરબીમાં આજે સાંજે 5:00 વાગ્યે સરદારબાગના નવીનીકરણના કામનું મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે મોરબીના મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓ અને નગરજનો સહિતના હાજર રહેશે આ કામ સરકારની અમૃત 2.0 યોજના અંતર્ગત કરવામાં આવશે અને સરદારબાગનું 1.02 કરોડના ખર્ચે નવીનીકરણ થશે. જેમાં ચિલ્ડ્રન પ્લે અને જીમ ઈકવિપમેન્ટ, વોક વે અને પાર્કિંગ એરિયા, લોન અને પ્લાન્ટેશન, મ્યુઝિકલ ફાઉન્ટેઈન, લાઈટિંગ, સિક્યોરિટી કેબીન અને સ્ટોર રૂમ, ટોયલેટ બ્લોક વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થશે.