વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી
Breaking news
Morbi Today

મોરબીના યુવ સિરામિક ઉદ્યોગપતિ સાથે 98 લાખની છેતરપિંડીના ગુનામાં ચાર રાજસ્થાની શખ્સની ધરપકડ


SHARE











મોરબીના યુવ સિરામિક ઉદ્યોગપતિ સાથે 98 લાખની છેતરપિંડીના ગુનામાં ચાર રાજસ્થાની શખ્સની ધરપકડ

મોરબીમાં સિરામિક કારખાનું ધારવતા યુવાનની સાથે ભેજાબાજ શખ્સે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર તરીકેની ઓળખ આપીને વ્હોટસએપમાં મેસેઝ કર્યો હતો ત્યાર બાદ યુવાનને વિશ્વાસમાં લઈને તેની પાસેથી ડીલરને એડવાન્સ પેમેન્ટ તરીકે 98 લાખ આપવાનું કહેવામા આવ્યું હતું જેથી યુવાને પેમેન્ટ કરી આપ્યું હતું ત્યાર બાદ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે મે કોઈ મેસેજ કરેલ નથી જેથી યુવ સિરામિક ઉદ્યોગાકાર સાથે 98 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જે ગુનામાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇએ ચાર આરોપીની ધરપકડ કરેલ છે જે પૈકીના એક આરોપીને જેલ હવાલે કરેલ છે અને ત્રણ આરોપી રિમાન્ડ ઉપર છે.

મોરબીના આલાપ રોડ શીવશકિત પાર્ક આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિરામિક કારખાનું ધારવતા કેતનભાઇ પ્રભુલાલ દલસાણીયા (38)એ મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ નં. 99369 55716 ના ધારક તથા યુકો બેંક એકાઉન્ટ નં. 34990210000687 ના ખાતા ધારક સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 19/11/24 ના રોજ ફરિયાદી મોરબી નજીક આવેલ તેના કોરલ ગોલ્ડ ટાઇલ્સ પ્રા.લી કારખાનની ઓફીસે હતા ત્યારે આરોપીએ વ્હોટશએપ નં. 99369 55716 ઉપરથી ફરિયાદીને વ્હોટસએપમાં મેસેઝ કર્યો હતો અને તેણે પોતે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક તરીકે પોતાની ઓળખ આપી હતી અને ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો

જો કે, ફરિયાદી અવારનવાર વ્હોટસએપ ચેટ દ્રારા જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક સાથે નાણાકીય વ્યહવાર કરતા હોય ફરિયાદીને જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર તરીકે ઓળખ આપનાર શરત ચાંડાકે યુકો બેંક એકાઉન્ટ નંબર 34990210000687 માં ફરિયાદીને ડીલરને એડવાન્સ પેમેન્ટ તરીકે 98 લાખ મોકલી આપવા ચેટથી વાત કરેલ હતી. જેથી ફરિયાદીએ યુકો બેંકના એકાઉન્ટ નંબરમાં 98 લાખ આરટીજીએસ દ્રારા મોકલી આપેલ હતા. અને ફરિયાદી શરત ચાંડાક સાથે વાત કરતા પોતે તેને કોઇ મેસેઝ નહી કરેલ હોવાની વાત કરેલ હતી જેથી યુવાનને તેની સાથે કાવતરૂ રચીને 98 લાખની છેતરપીંડી થઈ હોવાથી ફરિયાદ નોંધાવતાં પોલીસે બીએનએસ અને આઇ.ટી એકટની જુદીજુદી કલામ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

આ ગુનાની તપાસ કરી રહેલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ.પટેલ અને તેઓની ટીમ દ્વારા લોકેન્દ્ર ઉર્ફે લકી ઓમપ્રકાશ મીણા રહે. વસંતવિહાર કોલોની કોટા રાજસ્થાન વાળાની પહેલા ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ મેળવ્યા હતા જે આરોપીના રિમાન્ડ પુરા થતા તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે. ત્યાર બાદ આ ગુનામાં પોલીસે શ્યામબિહારી પરમાનંદજી નાગર રહે. તલવડી કોટા રાજસ્થાન, મુકેશ ગોરધનભાઈ પ્રજાપતિ રહે. હરિઓમનગર કોટા રાજસ્થાન અને હર્ષકુમાર રાજેન્દ્ર શર્મા રહે. હરિઓમનગર કોટા રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને આ ત્રણેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ પર રજૂ કરવામાં આવતા કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મજૂર કર્યા હતા જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મહિલા સારવારમાં

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પગીવાંઢ વિસ્તારમાં રહેતા જાગૃતિબેન હિતેશભાઈ કોળી (22) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર બાદ મોરબી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરેલ છે.

વૃદ્ધા સારવારમાં

હળવદ તાલુકાના ધનાળા ગામે રહેતા નિર્મલાબેન છબીલદાસ વૈષ્ણવ (75) નામના વૃદ્ધાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી ગયા હતા જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે.

દારૂની નાની પાંચ બોટલ સાથે એક પકડાયો

મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી એક શખ્સને પોલીસે દારૂની નાની પાંચ બોટલ સાથે પકડવામાં આવેલ છે તેમજ તેની પાસેથી 500 નો મુદામાલ કબજે કરેલ છે. અને આરોપી પાર્થ કિશોરભાઈ ચૌહાણ નામના શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કયાંથી લાવેલ છે તેની તપાસ ચાલી રહી છે






Latest News