મોરબીના રફાળેશ્વર ગામેથી શ્વાસની બીમારી માટે સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
મોરબીના રાજપર-પંચાસર ગામની સીમમાં દીપડો દેખાયો: રાતે કોઈને વાડીએ બહાર ન સુવા ફોરેસ્ટ અધિકારીની સૂચના
SHARE
મોરબીના રાજપર-પંચાસર ગામની સીમમાં દીપડો દેખાયો: રાતે કોઈને વાડીએ બહાર ન સુવા ફોરેસ્ટ અધિકારીની સૂચના
સામાન્ય રીતે વાંકાનેરની આજુ બાજુમાં દીપડા જોવા મળે છે જો કે, શુક્રવારે રાતે મોરબીના રાજપર અને પંચાસર ગામની સીમમાં દીપડો દેખાયો હતો જેથી કરીને લોકોમાં ભયનો માહોલ છે અને આ અંગેની રાજપર ગામના સરપંચે વનવિભાગને જાણ કરતા અધિકારી સહિતની ટિમ ત્યાં આવી હતી અને દીપડાના પંજાના નિશાના જોવા મળે છે જેથી કરીને વાડીએ રહેતા શ્રમિકોને રાતે બહાર ન સુવા માટે ફોરેસ્ટ અધિકારી સૂચના આપેલ છે.
મોરબીના રાજપર ગામ નજીક પંચાસર ગામ તરફના સિમ વિસ્તારમાં શુક્રવારની રાતે દીપડો જોવા મળે છે અને તેનો એક નાનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં સામે આવેલ હતો તેમજ રાજપર ગામના સરપંચ ભરતભાઇ મારવાણીયા દ્વારા આ આંગેની વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને દીપડો સિમ વિસ્તારમાં હોવાની વાત વાયુ વેગે ફેલાઈ જતાં જિલ્લા પંચાયત સદસ્ય નયન અઘારા તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજય કોટડીયા સહિતના ગામના લોકો એકત્રિત થઈ ગયા હતા અને ફોરેસ્ટ વિભાગના અધિકારી જયદીપસિંહ જાડેજા અને તેની ટીમ રાજપર ગામે રાતે જ પહોચી હતી અને જે પગલાના નિશાના જોવા મળેલ હતા તે દીપડાના પગલાના નિશાન હોવાનું તેમણે ગામના લોકોને જણાવ્યુ હતું. જો કે, આ દીપડાએ રાત દરમ્યાન કોઈ જગ્યાએ મરણ કર્યું હોવાનું સામે આવ્યું નથી જેથી કરીને ફોરેસ્ટ વિભાગના અધિકારી જયદીપસિંહ જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, વાડી વિસ્તારમાં કામ કરતાં શ્રમિકોએ ખાસ કરીન રાતે બહાર સૂવું નહિ અને તેમના સંતાનને કોઈ જગ્યાએ એકલા રાખવા નહીં અને જો નોનવેજ ખાતા હોય તો હાડકાં અને અવશેષોને તેના નિવાસ પાસે ન નાખવા માટેની અપીલ કરેલ છે અને દીપડાનું લોકેશન મેળવીને તેને પકડવા માટે પાંજરું મૂકવામાં આવશે તેવું તેમણે જણાવ્યુ છે.