મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)નજીકથી એલસીબીની ટીમે 321 બોટલ દારૂ ભરેલ રેઢી ગાડી કબજે કરી: આરોપીની શોધખોળ


SHARE





માળીયા (મી)નજીકથી એલસીબીની ટીમે 321 બોટલ દારૂ ભરેલ રેઢી ગાડી કબજે કરી: આરોપીની શોધખોળ

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં મચ્છુ નદીના પુલ પાસેથી આઈ-20 ગાડી પસાર થઈ રહી  હતી ત્યારે તે ગાડીને રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે ગાડીનો ચાલક તે ગાડીને છોડીને ચાલ્યો ગયો હતો જેથી કરીને એલસીબીની ટીમે ગાડીને ચેક કરી હતી ત્યારે તેમાંથી ઇંગ્લીંશ દારૂની 321 બોટલો મળી આવૈ હતી જેથી કરીને ગાડી અને દારૂ મળીને પોલીસે 5,20,206 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા. અને ત્યારે પીઆઇ એમ.પી.પંડયાને મળેલ બાતમી આધારે કચ્છ મોરબી હાઇવે રોડે વોચ રાખવામા આવી હતી ત્યારે કચ્છ તરફથી એક ગ્રે કલરની હુન્ડાઇ આઈ-20 ગાડી નં. જીજે 36 બી 8119 વાળી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ગાડીનો ચાલક માળીયા મિંયાણા નજીક આવેલ મચ્છુ નદીના પુલ પાસે ગાડીને રેઢી મુકી નાશી ગયેલ હતો ત્યાર બાદ ગાડીને ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી દારૂની 321 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ગાડી અને દારૂ મળીને 5,20,206 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કરેલ છે અને માળીયા મિંયાણા પોલીસ સ્ટેશન ખાતે ગાડીના માલિક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News