ટંકારામાં NMMS સ્કોલરશીપ પરીક્ષા માટે ટીપીઈઓ કચેરી-બીઆરસી ભવનનું અનોખું અભિયાન
હળવદમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત
SHARE
હળવદમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત
હળવદમાં વાડીમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની બંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં રહેતા અને મજૂરી કામ કરતા ખૂલસિંગ ધનક 15 વર્ષની દીકરી પ્યારીબેનએ ગત તા. 9/1 ના રોજ સવારે 9:00 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજ્યું હતું જેથી પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
અકસ્માતના બનાવમાં ઇજા
ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામે રહેતા વનીતાબેન વાસુદેવભાઈ દેત્રોજા (42) અને બળદેવ વાસુદેવભાઈ દેત્રોજા (16) નામના માતા પુત્ર રામનગર ખીજડીયા વચ્ચે તળાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેઓને ઈજા થઇ હોવાથી તે બંનેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને બનાવની પોલીસને જાણ કરી હતી. આવી જ રીતે ટંકારા મોરબી રોડ પર આવેલ ધ્રુવનગર પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ટંકારામાં આવેલ સંધિવાસમાં હોસ્પિટલ રોડ ઉપર રહેતા હનીફ અલ્લારખા ભૂંગર (45) નામના યુવાનને ઇજા થયેલ હતી જે બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે તો કચ્છ જિલ્લાના રાપર ખાતે રહેતા પ્રવીણભાઈ લાખાભાઈ ઠાકોર (18) નામના યુવાનને મોરબીના ભરતનગર ગામ પાસે દ્વારકાધીશ હોટલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી