શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ મોરબીમાં એપીકે ફાઇલ મોબાઈલમાં સેન્ડ કરીને ફોન હેક કરી બેંકમાંથી 3.33 લાખ ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરાયું મોરબીના નીરૂનગર નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા પામેલા યુવાનુનું મોત મોરબીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં 3 મકાન માલિક સામે કાર્યવાહી હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ


SHARE











મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવેલ છે.જેથી કરીને ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વિસ્તારમાં રહેતા સતવારા પરિવારની સગીરવયની દીકરીનું લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે અપહરણ કરી જવામાં આવેલ છે.હાલ બનાવ અંગે સગીરાના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તેમાં જસદણ પંથકના ગૌતમ ડાંગર નામના ઈસમનું નામ આપવામાં આવ્યું છે. અને જણાવવામાં આવ્યું છે કે ગત ૧૪ મી ડિસેમ્બરના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ગૌતમ ડાંગર નામનો શખ્સ તેમની દીકરીને લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયેલ છે.તે ઇસમ અવારનવાર ભવાઇના કાર્યક્રમ સંદર્ભે સોસાયટી વિસ્તારમાં અને ભોગ બનનાર પરિવારના ઘરે આવતો જતો હતો.તે દરમિયાનમાં સગીરાને ભોળવામાં આવી હતી અને તેનું અપહરણ કરી લેવામાં આવેલ છે.હાલ અપહરણ સહિતની કલમો હેઠળ ગૌતમ ડાંગર નામના ઈસમ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની આગળ તપાસ શરૂ કરાય છે.

સામસામે મારામારીમાં ચારને ઇજા

મોરબી કંડલા બાયપાસ હાઈવે ઉપર આવેલા પચ્ચીસ વારિયા વિસ્તારમાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં હિતેશ ભુપત ભોજવિયા (૨૧) રહે.રણછોડનગર, નવઘણ પખાભાઈ સલાટ (૧૮), જવીબેન હેમાભાઇ સલાટ (૪૫) અને અર્જુન હેમાભાઈ સલાટ (૨૧) રહે.ત્રણેય પચ્ચીસ વારીયા કંડલા બાયપાસને સામસામે મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબી કાલિકા પ્લોટમાં આવેલ શેરી નંબર-૩ ખાતે શેરીમાં અજાણ્યા સાઇકલ ચાલકે હડફેટે લેતા વાસુ સુરેશભાઈ લોરીયા નામના નવ વર્ષના બાળકને ઇજાઓ થતા તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.

યુવાન સારવારમાં

ટંકારાનો રહેવાસી સદામ કરીમભાઈ ફકીર નામનો ૧૯ વર્ષનો યુવાન મારામારીના બનાવમાં ઈજા પામતા તેને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેણે પોલીસને જણાવ્યા પ્રમાણે, ગઇકાલ તા.૧૬ ના રાત્રીના દસેક વાગ્યના અરસામાં લીંબડી નજીક આવેલ હોટલે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં તેને ઇજાઓ પહોંચતા અત્રે સારવાર માટે લાવવામાં આવેલ છે.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા પ્રાથમિક તપાસ કરી હતી અને આ સંદર્ભે આગળની તપાસ માટે લીંબડી પોલીસને જાણ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

કચ્છના સામખીયાળી ખાતે આવેલ શાંતિધામ સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ આણંદભાઈ ગરવા નામના ૪૧ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.સૂત્રોના જણાવ્યા પ્રમાણે તા.૧૪ ના સવારે સાતેક વાગ્યાના અરસામાં સામખીયાળી અને લલીયાણા ગામ વચ્ચેથી બાઈક લઈને જતા સમયે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઇજા પામતા તેને સારવાર માટે અત્રે મોરબીની આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News