મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ
મોરબીમાં ઉદ્યોગપતિ સાથે છેતરીપિંડીનો મામલો: ઓનલાઈન ફ્રોડથી ખાતામાં આવેલ રકમમાંથી મોટું કમિશન આપવાની લાલચે ખોલવ્યા હતા બેંક એકાઉન્ટ
SHARE
મોરબીમાં ઉદ્યોગપતિ સાથે છેતરીપિંડીનો મામલો: ઓનલાઈન ફ્રોડથી ખાતામાં આવેલ રકમમાંથી મોટું કમિશન આપવાની લાલચે ખોલવ્યા હતા બેંક એકાઉન્ટ
મોરબીમાં સિરામિક ઉદ્યોગકાર સાથે જોન્સન કંપનીના એક્ઝીક્યુટીવ ડાયરેકટર તરીકેની ઓળખ આપીને વ્હોટસએપમાં મેસેઝ કરીને છેતરપિંડી કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે કુલ મળીને અત્યાર સુધીમાં પાંચ આરોપીને પકડાયા છે અને તે પૈકીનાં છેલ્લા આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને અત્યાર સુધીની તપાસમાં એવી ચોંકાવનારી માહિતી સામે આવેલ છે કે, ઉદ્યોગપતિ સાથે છેતરીપિંડી કરનારા શખ્સો ઓનલાઈન ફ્રોડથી બેંક એકાઉન્ટમાં જેટલી પણ રકમ આવેલ તેમાંથી કમિશન આપવાની લાલચ આપીને જુદાજુદા લોકો પાસેથી બેંકમાં ખાતા ખોલાવતા હતા. જોકે હજુ આ ગુનામાં મુખ્ય સૂત્રધારોને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
મોરબીમાં રહેતા સિરામિક ઉદ્યોગપતિ કેતનભાઇ પ્રભુલાલ દલસાણીયાએ મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ નં. 99369 55716 ના ધારક તથા યુકો બેંક એકાઉન્ટ નં. 34990210000687 ના ખાતા ધારક સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી કે, ગત તા. 19/11/24 ના રોજ ફરિયાદી મોરબી નજીક આવેલ તેના કોરલ ગોલ્ડ ટાઇલ્સ પ્રા.લી કારખાનની ઓફીસે હતા ત્યારે આરોપીએ વ્હોટશએપ નં. 99369 55716 ઉપરથી ફરિયાદીને વ્હોટસએપમાં મેસેઝ કર્યો હતો અને તેણે પોતે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક તરીકે પોતાની ઓળખ આપી હતી અને ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો
જો કે, ફરિયાદી અવારનવાર વ્હોટસએપ ચેટ દ્રારા જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક સાથે નાણાકીય વ્યહવાર કરતા હોય ફરિયાદીને જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર તરીકે ઓળખ આપનાર શરત ચાંડાકે યુકો બેંક એકાઉન્ટ નંબર 34990210000687 માં ફરિયાદીને ડીલરને એડવાન્સ પેમેન્ટ તરીકે 98 લાખ મોકલી આપવા ચેટથી વાત કરેલ હતી. જેથી ફરિયાદીએ યુકો બેંકના એકાઉન્ટ નંબરમાં 98 લાખ આરટીજીએસ દ્રારા મોકલી આપેલ હતા. અને ફરિયાદી શરત ચાંડાક સાથે વાત કરતા પોતે તેને કોઇ મેસેઝ નહી કરેલ હોવાની વાત કરેલ હતી જેથી યુવાનને તેની સાથે કાવતરૂ રચીને 98 લાખની છેતરપીંડી થઈ હોવાથી ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ.પટેલ અને તેઓની ટીમ દ્વારા અગાઉ લોકેન્દ્ર ઉર્ફે લકી ઓમપ્રકાશ મીણા, શ્યામબિહારી પરમાનંદજી નાગર, મુકેશ ગોરધનભાઈ પ્રજાપતિ અને હર્ષકુમાર રાજેન્દ્ર શર્મા નામના ચાર આરોપીઓને પકડવામાં આવેલ હતા ત્યાર બાદ આરોપી મહંમદ મુબાસીર મહંમદ હાસીમ હાશ્મી (23) ને પકડાયો હતો જેના ગઇકાલે રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે આમ સિરામિક ઉદ્યોગપતિ સાથે છેતરપિંડીના ગુનામાં કુલ મળીને પાંચ આરોપી પકડવામાં આવેલ છે તે તમામ હાલમાં મોરબીની સબ જેલમાં છે તેવામાં આ કેસની તપાસ કરી રહેલા અધિકારી સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ હાલમાં જે આરોપીઓને પકડવામાં આવેલ છે તે જુદાજુદા લોકોને કમિશનની લાલચ આપીને બેન્કના એકાઉન્ટ ખોલાવતાં હતા અને તેઓના ખાતામાં કોઈપણ વ્યક્તિ સાથે ઓનલાઈન ફ્રોડ કરવામાં આવે તેના થકી જે પણ રકમ આવે તેમાંથી નક્કી કરેલ રકમ મુજબનું કમિશન આપવાનું ખાતેદારને કહેવામા આવતું હતું. આ ગુનામાં હજુ પણ મુખ્ય સૂત્રધારને પકડવાના બાકી છે અને બે શખ્સનાં નામ સામે આવેલ છે જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.