મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબી એ ડિવિઝનના પીઆઇ હકુમતસિંહ જાડેજાની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો: લાગણીસભર દ્રશ્યો સર્જાયા


SHARE











મોરબી એ ડિવિઝનના પીઆઇ હકુમતસિંહ જાડેજાની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો: લાગણીસભર દ્રશ્યો સર્જાયા

મોરબી સહિત કોઈપણ જગ્યાએ ટૂંકા સમયમાં સારી કોઈપણ પ્રકારના વિવાદ કામગીરી કરનારા અધિકારીઓની બદલી કરવામાં આવે છે ત્યારે સ્વભાવિક રીતે લાગણીસભર દ્રશ્યો સર્જાતા હોય છે આવો જ ઘાટ મોરબીમાં એ ડિવિઝનના પીઆઇ હકુમતસિંહ જાડેજા બદલી થતાં વિદાય સમરોહ સમયે યોજાયો હતો કેમ કે, બે મર્ડરના ડિટેકશન, લવ જેહાદ, વ્યાજખોરોને ડામવા સહિતની તમામ બાબતોમાં તેમની કાબિલેદાદ કામગીરી હતી તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા તાજેતરમાં જીલ્લામાં સાત પીઆઇની બદલી કરવામાં આવી હતી જેમાં મોરબી એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહની બદલી વાંકાનેર ખાતે કરવામાં આવી છે જેથી કરીને તેને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારોહ યોજાયો હતો જેમાં ડીવાયએસપી પી.એ.ઝાલા સહિતના અધિકારીઓ અને વકીલો, ઉદ્યોગકારો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અને પીઆઇ હકૂમતસિંહ જાડેજાને પોલીસ અધિકારીઓ અને જવાનોએ પુષ્પવર્ષા કરીને તેમજ આતિશબાજી કરીને વિદાય આપી હતી ત્યારે કેટલાક કર્મચારીઓની આંખના ખૂણા ભીના થઈ ગયા હતા.

મોરબી એ ડિવિઝનમાં હકૂમતસિંહ જાડેજાએ પોણા બે વર્ષ સુધી ફરજ બજાવી છે તે દરમ્યાન લવ જેહાદ, વ્યાજખોરો, દારૂ, જુગાર, રોમિયોગીરી વિગેરેમાં કાબિલેદાદ કહી શકાય તેવી કામગીરી કરી હતી અને ખાસ કરીને શહેરમાં ગુનેગારોને ડામવા માટે તેઓની મહવની ભૂમિકા રહી હતી અને તેઓના કાર્યકાળમાં થયેલા ડિટેકશનની વાત કરીએ તો મોરબીના લીલાપર કેનાલ પાસે મહિલાની કોહવાય ગયેલી લાશ મળી આવી હતી. અને મહિલાના હાથ પર માત્ર નામ જ ત્રોફાવેલું હતું. તેના આધારે મહિલાની ઓળખ કરીને આરોપીની ધરપકડ કરી હતી. આવી જ રીતે મોરબીના વાવડી પાસે ઓફિસે લેણી રકમ લેવા ગયેલા યુવાનની હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ લાશને જમીનમાં દાટી દીધી હતી તે ગુનામાં પોલીસ પુત્રની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે. 






Latest News