મોરબીમાં રેન્જ આઇજીનું વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે પરેડ-ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ
તેરા તુજ કો અર્પણ: મોરબીમાં ખોવાયેલ 27 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા
SHARE
તેરા તુજ કો અર્પણ: મોરબીમાં ખોવાયેલ 27 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા
મોરબી શહેરી વિસ્તારમાં પીઆઇ હકૂમતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ટિમ કામ કરી રહી હતી અને તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત "CEIR" પોર્ટલનો ઉપયોગ કરીને રાજદીપસિંહ રાણાએ CEIR પોર્ટલનું સતત મોનીટરીંગ કર્યું હતું અને ટેકનીકલ વર્ક આઉટ કરીને મોરબી જુદાજુદા લોકોના 27 જેટલા મોબાઈલ ફોન ખોવાયા હોવાની અરજીઓ આવેલ હતી તે મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને આ 27 મોબાઇલને શોધી કાઢીને અરજદારોને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને બોલાવીને 5.20 લાખની કિંમતના મોબાઈલ ફોન પીઆઇ ના હસ્તે તેઓને પરત આપવામાં આવેલ છે. આ કામગીરીમાં પીઆઇ હકૂમતસિંહ જાડેજાની સૂચના મુજબ પીએસઆઈ એ.વી.પાતળીયા તેમજ રાજદીપસિંહ રાણા, કિશોરભાઈ મિયાત્રા, હિતેષભાઈ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, કપીલભાઇ ગુર્જર, અરજણભાઇ ગરીયા તથા મોનાબેન રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.