કચ્છના સાંસદની ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગર સંસ્થાનમાં નિમણુંક
SHARE






કચ્છના સાંસદની ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગર સંસ્થાનમાં નિમણુંક
કમિટી વિભાગ દ્વારા કચ્છના સાંસદ તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડાની ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગરમાં નિમણુંક થયેલ છે. મિનિસ્ટ્રી ઓફ આયુષ અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ વેલફર દ્વારા કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા અને જામનગર લોકસભા સાંસદ શ્રીમતી પુનમબેન માંડમની નિમણુંકને માન્યતા આપી છે.
સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એ જામનગર મધ્યે આવેલી એક શિક્ષણ અને સંશોધન નું કાર્ય કરતી સંસ્થા છે. સ્થાયી યુનિવર્સિટી છે. જયાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના આયુર્વેદ વિષયક અભ્યાસક્રમો ના શિક્ષણ અને સશોધન નું કાર્ય સંચાલન થાય છે. તેમ જણાવ્યુ હતું. જેમાં મારી નિમણુંક થયેલ છે. હું પુરા વિશ્વાસ અને ખંત થી આયુર્વેદ સંસ્થાન માં સહભાગી બનીશ તેમ જણાવ્યુ હતું.


