મોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ધારિયા-લોખંડના પાઇપથી માર માર્યો
વાંકાનેરના ચિત્રાખડા ગામે ઝેરી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
SHARE
વાંકાનેરના ચિત્રાખડા ગામે ઝેરી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
વાંકાનેર તાલુકાના ચિત્રખડા ગામે રહેતા વૃદ્ધ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે સાણંદની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતા ઉદાભાઈ લાખાભાઈ ઠાકોર (62) નામના વૃદ્ધ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સાણંદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એચ.આર.ચૌહાણ ચલાવી રહ્યા છે.
દેશી દારૂની રેડ
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા મનજી સરાવાડીયાના મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 100 લીટર આથો તથા 15 લિટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 5,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનજી ઉર્ફે મનો છગનભાઈ સરાવાડીયા રહે. સરતાનપર તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.