મોરબીના રંગપર પાસે સ્પાની આડમાં કૂટણખાનાનો પર્દાફાશ, એકની ધરપકડ: એકની શોધખોળ
મોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ધારિયા-લોખંડના પાઇપથી માર માર્યો
SHARE









મોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ધારિયા-લોખંડના પાઇપથી માર માર્યો
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા યુવાનને એકાદ વર્ષ પહેલા તે વિસ્તારમાં રહેતા બે શખ્સોની સાથે ગાળો બોલવા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ ધારિયા અને લોખંડના પાઇપ વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને તેને માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિરની બાજુમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ સાતોલા (46)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેશ ઉર્ફે મટો અમરશીભાઈ વરાણીયા તથા રાજેશ અમરશીભાઈ વરણીયા રહે. બંને ત્રાજપર ખારી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, એકાદ વર્ષ પહેલા ફરિયાદીને આરોપીઓ સાથે ગાળો બોલવા બાબતે બોલચાલી થયેલ હતી તે બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ ધારિયા અને પાઇપ વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તેને મારમાર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ બે શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
