મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો ધો.1 થી કોલેજ કક્ષા સુધીના 97 તેજસ્વી છાત્રોનું સન્માન


SHARE













વાંકાનેર ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો ધો.1 થી કોલેજ કક્ષા સુધીના 97 તેજસ્વી છાત્રોનું સન્માન

વાંકાનેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તાજેતરમાં સરસ્વતી સન્માન સમારોહ અત્રેની ગાયત્રી શકિતપીઠ ખાતે યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરી અને દિવ્યાબેન જોશી દ્વારા સરસ્વતી વંદના બાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.

જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા તેમજ વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહનું સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તલવાર અને સાફો, મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોરબી જીલ્લાના ડીજીપી વિજયભાઈ જાની તેમજ અનિલભાઈ મહેતા ડોકટર લહેરૂ ઉદ્યોગપતિ ગાયત્રીપ્રસાદ ઠાકર મુકેશભાઈ રાજગોર તેમજ છેલભાઈ જોશી વગેરે આમંત્રિત મહેમાનોનું વાંકાનેર સમસ્ત બ્રહ્મ સમાજની ટીમ દ્વારા મોમેન્ટો કેસ ફુલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહાનુભાવોએ પેતાના પ્રવચનમાં સમસ્ત બ્રહ્મસમાજને એક થઈને એક સાથે હળી મળીને ખભેખભો મિલાવીને કામ કરવા માટે અને સમાજને ઉપયોગી બનવા માટે વ્યસન મુકિત અને શિક્ષણમાં આગળ વધવુ સંઘ શકિત કલયુગે વિના સહકાર નહીં ઉધાર અને હંમેશને માટે બ્રહ્મ સમાજના ઉત્કર્ષ માટે કાર્યકર્તા રહેવાની વાત કરી હતી.સમારંભમાં ધો.1થી લઈને સુધીના ડિગ્રી કોર્સના વિદ્યાર્થીઓનું 2022 અને 23-24ના કુલ 97 જેટલા વિદ્યાર્થીઓનું શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. મોમ્બાસાથી ખાસ ઉપસ્થિત સુરેશભાઈ પંડયા દ્વારા દરેક વિદ્યાર્થીઓને રૂા.100નું રોકડ ઈનામ આપવામાં અવોલ હતું.

ગાયત્રી શકિતપીઠના મહંત અશ્ર્વિનભાઈ રાવલ દ્વારા દરેકને આશીર્વાદ વચન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન નિશીથભાઈ જોશીએ કરેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઈ ઓઝા તેમજ જયેશ ઓઝા યોગેશભાઈ પંડયા મયુર ઠાકર દુષ્યંત ઠાકર બાબુલાલ વરણવા પ્રવીણભાઈ રાજગોર મોહનલાલ રાજગોર મયાભાઈ રાજગોર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.








Latest News