મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીક કારખાનાની ઓફિસમાં જુગાર રમતા છ શખ્સોની 6.19 લાખની રોકડ સાથે ધરપકડ


SHARE





મોરબીના બેલા ગામ નજીક કારખાનાની ઓફિસમાં જુગાર રમતા છ શખ્સોની 6.19 લાખની રોકડ સાથે ધરપકડ

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં તળાવિયા સનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલા કારખાનાની ઓફિસમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કારખાનેદાર સહિત કુલ છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેમની પાસેથી 6.19 લાખની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો

જાણવા મળતી વિગત મુજબ મોરબી જિલ્લા એસસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં તળાવિયા સનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર કલ્પેશ કારાવડીયાના રાધે પ્લાસ્ટિક નામના કારખાનાની ઓફિસમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે એલસીબી ની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કારખાનાની ઓફિસમાં જુગાર રમતા કારખાનેદાર કલ્પેશ ડાયાભાઈ કારાવડીયા (38) રહે નાની કેનાલ રોડ અવધ-2 મોરબી, જીતેન્દ્ર અંબારામભાઈ ફેફાર (42) રહે ક્રાંતિ જ્યોત સી-1 બ્લોક નંબર 602 મહેન્દ્રનગર મોરબી, સંજય રામજીભાઈ કાસુન્દ્રા (40) રહે. રવાપર રોડ ઉમિયા નગર સોસાયટી રામકૃપા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 203 મોરબી, મનસુખ ત્રિભોવનભાઈ દેત્રોજા (50) રહે. પ્રભુ કૃપા ટાઉનશીપ બ્લોક નંબર બી-1 મોરબી અમિત દીપકભાઈ ગઢીયા (26) રહે. જૂના ઘાટીલા તાલુકો માળીયા અને ગોપાલ વાલજીભાઈ પરમાર (39) રહે જૂની પીપળી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી કુલ મળીને 6.19 લાખ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News