મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરના વાયરલ વિડિયો બાબતે તપાસ શરૂ, શિક્ષાત્મક પગલાં લેવાશે: અધિકારી


SHARE













મોરબી જીલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરના વાયરલ વિડિયો બાબતે તપાસ શરૂ, શિક્ષાત્મક પગલાં લેવાશે: અધિકારી

મોરબી જીલ્લા સહિત દેશભરમાં એમ્બ્યુલન્સ માત્ર દર્દીઓની સેવા માટે અનામત રાખવામાં આવી છે. પણ મોરબી જિલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરોને બેસાડીને હેરાફેરી કરતા હોવાનો વિડિયો વાયરલ થયેલ હતો અને જે એમ્બ્યુલન્સ હતી તે વાંકાનેર સિવિલની હતી જેથી કરીને ત્યાંના અધિકારી તપાસ શરૂ કરી છે અને જવાબદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી અધિકારી પાસેથી મળેલ છે.

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઇ ચોકડી પાસેનો એમ્બ્યુલન્સમાં મુસાફરને બેસાડવામાં આવતા હોય તેવો એક વિડિયો વાયરલ થયો છે. અને જેમા મુસાફર બેસાડવામાં આવેલ હતા તે સરકારી એમ્બ્યુલન્સના નંબર જીજે 36 જી 0308 વાંકાનેર સિવિલની હોવાનું સામે આવ્યું હતું જો કે, વિડીયો મોરબી જીલ્લામાં વાયરલ થયો હતો જેથી અનેક સવાલ ઊભા થતાં હતા જેથી કરીને સરકારી એમ્બ્યુલન્સમાં મુસાફરોને બેસાડનાર ડ્રાઈવરના કહેવા મુજબ કોઈ વૃદ્ધને ચાલવામાં તકલીફ હતી જેથી તેને એમ્બ્યુલન્સમાં બેસાડવામાં આવ્યા હતા. જો કે, મોરબી ગયેલા વાંકાનેર પાછી આવી રહી હતી ત્યારનો વિડ્યો સામે આવેલ હતો જેથી કરીને વાંકાનેર સિવિલના અધિકારી દ્વારા આ બાબતે તપાસ શરૂ કરવામાં આવેલ છે અને સરકારી એમ્બ્યુલન્સ મુસાફરને બેસાડીને તેની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હોય તેવી જો કોઈ વાત સામે આવશે તો જવાબદાર વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યુ છે.




Latest News