મોરબીની પંચવટી સોસાયટીમાં પીવાનું પાણી પહોચડવા કમિશ્નરને રજૂઆત
SHARE









મોરબીની પંચવટી સોસાયટીમાં પીવાનું પાણી પહોચડવા કમિશ્નરને રજૂઆત
મોરબી મહાપાલિકા વિસ્તારમાં આવેલા પંચવટી સોસાયટીના અમુક ઘરોમાં ૨૦૧૨ થી આજ દિવસ સુધી પીવાનું પાણી મળતું નથી જેની અનેક વખત પાલિકા હતી ત્યારે રજૂઆતો કરવામાં આવી હતી જો કે, કોઈ કામ કરવામાં આવ્યું નથી ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોનો પાણીનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં આવેલ તેવી માંગ કરી છે.
મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કાન્તીલાલ ડી. બાવરવાએ હાલમાં મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નીલ ખરેને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા ભીલા ચેતનકુમાર મનસુખભાઈના કહેવા મુજબ આ સીસાયટી કાયદેસરનું નગરપાલિકા હસ્તકનું પાણીનું નળ કનેક્શન ધરાવે છે. જો કે, વર્ષ ૨૦૧૨ થી આજ દિવસ સુધીમાં અવાર નવાર રજુઆતો કરેલ છે તો પણ પાણીના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યારે મહાપાલિકા દ્વારા પાણીનો પ્રશ્ન વહેલી તકે ઉકેલવામાં આવે તેવી માંગ કરી છે અને જો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં માનવ અધિકારના રક્ષણ માટે ના છુટકે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે.
