મોરબીમાં ઘર પાસે ચક્કર આવતા પડી જવાથી માથામાં ઇજા પામેલ મહિલાનું સારવાર દરમિયાન મોત
મોરબીની ન્યુ પ્રજાપતિ સોસાયટીમાં મકાનમાંથી દારૂની 368 બોટલ ઝડપાઈ: બે બુટલેગર ભાઈઓની શોધખોળ
SHARE









મોરબીની ન્યુ પ્રજાપતિ સોસાયટીમાં મકાનમાંથી દારૂની 368 બોટલ ઝડપાઈ: બે બુટલેગર ભાઈઓની શોધખોળ
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ન્યુ પ્રજાપતિ સોસાયટીમાં રહેતા શખ્સોના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 368 બોટલો મળી આવતા પોલીસે 2,06 લાખ થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીઓ હાજર ન હોય બે સગાભાઇની સામે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત મુજબ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આર.પી. રાણા, હિતેશભાઈ ચાવડા અને સિદ્ધરાજસિંહ જાડેજા ને મળેલ બાતમી આધારે લીલાપર રોડ ઉપર આવેલ ન્યુ પ્રજાપતિ સોસાયટીમાં રહેતા મોમભાઇ પરબતભાઈ સાવધાર અને હીરાભાઈ પરબતભાઈ સાવધાર ના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તેના ઘરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરની અંદરથી દારૂની 368 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,06,816 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે એ ડિવિજન પોલીસની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી મોમભાઈ પરબતભાઈ સાવધાર અને હીરાભાઈ પરબતભાઈ સાવધાર હાજર ન હોવાથી મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે આ બંને શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ કામગીરી એ ડિવિઝનના પીઆઇ આર.એસ.પટેલ ની સૂચના મુજબ એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી
