મોરબીમાં સરકારી શાળાના ગ્રાઉન્ડમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા
મોરબીમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું તથા શ્વાસ ઉપડ્યા બાદ વૃદ્ધનું મોત
SHARE






મોરબીમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું તથા શ્વાસ ઉપડ્યા બાદ વૃદ્ધનું મોત
મોરબીમાં ગઈકાલે બે જુદાજુદા બનાવમાં એક યુવાનનું તથા એક વૃદ્ધનું મોત નીપજ્યુ હોવાનું સામે આવેલ છે.મોરબીના સામાકાંઠે ઘુંટું ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ સારવારમાં લઈ જવામાં આવેલા યુવાનનું મોત નિપજયુ હતું.જ્યારે નવલખી હાઇવે ઉપર આવેલ ખેવારીયા ગામે રહેતા વૃદ્ધને શ્વાસ ઉપડ્યા બાદ દવાખાને લઈ જતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
આ બાબતે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જૂના ઘુંટુ રોડ ઉપર આવેલ સીમ્પલો સિરામિક નજીક યુવાનને છાતીમાં દુખાવો પડ્યો હોય 108 વડે સારવાર માટે લઈ જવામાં આવતો હતો.ત્યારે તે યુવાનનું મોત થયુ હતું.બાદમાં આ અંગે રાહુલ કાંતિભાઈ ડાભી કોળી (ઉમર 27) રહે.જુના ઘુંટુ તા.જી.મોરબી એ તાલુકા પોલીસમાં જાહેરાત કરી હતી કે તેમના મોટાભાઈ મેહુલભાઈ કાંતિભાઈ ડાભી કોળી (ઉમર 28) રહે.જુના ઘુંટુ તા.જી.મોરબી ને તા.19 ના સવારે 6 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર છાતિના ભાગે દુખાવો ઉપડ્યો હતો.જેથી કરીને મેહુલભાઇને 108 વડે હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જતા હતા.તે દરમિયાનમાં રસ્તામાં દુખાવો થયો હતો અને ત્યાં ફરજ ઉપરના તબીબે જોઈ તપાસીને મેહુલભાઈ ડાભીને મૃત જાહેર કર્યા હતા હાલ આ બનાવ અંગે નોંધ થતા તાલુકા પોલીસ મથકના જીલુભાઇ ગોગરા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે બીજો બનાવ મોરબીના નવલખી હાઈવે ઉપર આવેલા ખેવારીયા ગામે બન્યો હતો.જેમાં ખેવારીયા ગામે રહેતા દેવુભા નાનુભાઈ ઝાલા (ઉંમર ૮૦) નામના વૃદ્ધને તેઓના ઘરે હતા ત્યારે ત્યાં શ્વાસ ઉપડ્યો હતો.જેથી તેઓને આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને દરમિયાનમાં સારવાર ચાલુ હતી ત્યારે તેમને એટેક આવી જતા તેમનું મોત નિપજયુ હતું.જેથી તેમના ડેડબોડીને યુવરાજસિંહ જયરાજસિંહ ઝાલા પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.હાલ હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલી હોય બનાવ અંગે નોંધ કરીને તે બીટ વિસ્તારના જમાદાર ઇન્દ્રવદનભાઈ અજમેરી આગળની તપાસ ચલાવી રહ્યા છે
આધેડ સારવારમાં
મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા ચંદુભાઈ માવજીભાઈ નામના 55 વર્ષીય આધેડને નશો કરવાની ટેવ હોય અને દરમિયાનમાં ગઈકાલે તેઓને ઉલ્ટી થઈ હતી અને ઉલ્ટી સાથે લોહી નીકળેલ હોય તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અહીં તેઓને એડમિટ કરવામાં આવ્યા હોય અને સારવાર ચાલુ હોય બનાવ અંગે હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસને જાણ કરાઈ હતી. જેથી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.
બાળક સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા પરિવારનો પ્રણવ રોહિતકુમાર તિવારી નામનો બે વર્ષનો બાળક તેઓના ઘરે કોઈ અજાણી દવા પી ગયો હતો.જેથી તેને આખા શરીરે સોજો ચડી જતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના ભરતભાઈ ખાંભરા દ્વારા નોંધ કરીને આ દિશામાં આગળની તપાસ કરવામાં આવી હતી.


