મોરબીમાં સરકારી શાળાના ગ્રાઉન્ડમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા
SHARE









મોરબીમાં સરકારી શાળાના ગ્રાઉન્ડમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા
મોરબીમાં ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ સરકારી શાળાના ગ્રાઉન્ડમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 12,500 ની રોકડ સાથે તેની ધરપકડ કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ સરકારી શાળાના ગ્રાઉન્ડમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સુનિલ દેવશીભાઈ સુરેલા (28) રહે. ત્રાજપર ખારી મોરબી, કરણ નથુભાઈ સાલાણી (24) રહે. શોભેસ્વર રોડ જૈન સોસાયટી મોરબી, સુનિલ ગોરધનભાઈ સુરેલા (21) રહે. ત્રાજપર રામદેવપીરના મંદિર પાસે મોરબી અને અજય નથુભાઈ સાલાણી (33) રહે. ખોડીયાર મંદિર પાસે ઇન્દિરાનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 12,500 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
બાઇક સ્લીપ થતાં બાળકીને ઇજા
મોરબીના નવલખી ફાટક પાસે લાયન્સનગર નજીકથી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર અકસ્માતે બાઈક સ્લીપ થયું હતું જેથી કરીને ધાંગધ્રાના જેસડા ગામે રહેતી તન્વી મહેશભાઈ (14) નામની બાળકીને ઇજા થયેલ હતી અને આ બાળકી તેની માતા સાથે બાઈક ઉપર જઈ રહી હતી ત્યારે ઇજા થયેલ હતી જેથી તેને તેની માતા જ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવી હતી અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
