મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઓરડીમાં ગેસની ગુંગણામણથી બે યુવાનના મોત


SHARE

















માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઓરડીમાં ગેસની ગુંગણામણથી બે યુવાનના મોત

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રેલવે ફાટક પાસે આવેલ ઓરડીમાં રહેતા બે યુવાનો ઓરડીમાં સુતા હતા અને સવારે ઊઠ્યા ન હતા જેથી અન્ય કર્મચારીઓએ ઓરડી ઉપર જઈને જોતા તે બંને બેભાન અવસ્થામાં હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને બંને યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું જેથી ફોરેન્સિક પીએમ કરાવતા તે બંને યુવાનનું મોત ગુંગણામણથી થયું હોવાનું સામે આવ્યું હતું જેથી આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રેલવે ફાટક પાસે આવેલ રમેશભાઈ રાઠોડની ઓરડીમાં રહેતા અને શ્રીજી શિપિંગ કંપનીમાં મજૂરી કામ કરતા મૂળ ઝારખંડના રહેવાસી કુલદીપકુમાર ચુરામણ મહતો (21) અને ગોપાલકુમાર ગિરધારી મહતો (20) નામના બે યુવાનો તા. 17 ના રોજ રાત્રિના 11:30 વાગ્યે જમીને પોતાની ઓરડીમાં સુઈ ગયા હતા અને બીજા દિવસે તા. 18 ના રોજ સવારે ઊઠ્યા ન હતા જેથી કરીને ત્યાં સાથે કામ કરતા કર્મચારીઓ તેની ઓરડી ઉપર જઈને જોતા આ બંને યુવાન બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને તે બંનેને મૃત જાહેર કર્યા હતા અને બંને યુવાનની લાશનું ફોરેન્સિક પીએમ કરાવતા બંને યુવાનનું ગુંગણામણથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ અંગેની ગણેશભાઈ ઉર્ફે જીવણ ટીકોભાઈ રવિદાસ (30) રહે. હાલ રમેશભાઈ રાઠોડની ઓરડીમાં મોટા દહીસરા મોરબી મૂળ રહે. ઝારખંડ વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે વધુમાં સાથે કામ કરતાં કર્મચારની કહેવા મુજબ જે ઓરડીમાં રહેતા હતા ત્યાં જ રસોઈ બનાવતા હતા જેથી કરીને કોઈ કારણોસર ઓરડીમાં ગેસનું ગુંગણામણ થવાથી તે બંનેના મોત નિપજ્યાં છે. 




Latest News