હળવદમાં ઘરના તાળાં તોડીને કરવામાં આવેલ 1.44 લાખના દાગીનાની ચોરીના ગુનામાં એક પકડાયો, બેની શોધખોળ
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1738037681.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
હળવદમાં ઘરના તાળાં તોડીને કરવામાં આવેલ 1.44 લાખના દાગીનાની ચોરીના ગુનામાં એક પકડાયો, બેની શોધખોળ
હળવદમાં આવેલ આનંદ પાર્ક સોસાયટીમાં યુવાનના મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી સોનાના તથા ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવેલ હતી જેથી ભોગ બનેલા પરિવારની 1,44,000 ના દાગીનાની ચોરી થયેલ હોવાની ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને બે આરોપીને પકડવાના બાકી છે.
હળવદમાં આવેલ આનંદ પાર્કમાં રહેતા ઘનશ્યામભાઈ જીવણભાઈ ગઢવી (41)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ગત તા. 14/10 ના સવારના ચારેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમના રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેના ઘરની અંદર પ્રવેશ કરીને કબાટમાં રાખવામાં આવેલ સોનાનું ત્રણ તોલાનું મંગળસૂત્ર, સોનાનો ત્રણ તોલાનો ગળામાં પહેરવાનો હાર અને બુટ્ટી, સોનાની પાંચ ગ્રામની આંગળીમાં પહેરવાની ત્રણ વીટી, હાથમાં પહેરવાના સોનાની ચીપના એક જોડી પાટલા, સોનાની ચીપ વાળી ચાર ચૂડલી અને ચાંદીના સાંકડા આમ કુલ મળીને 1,44,000 નો મુદામાલ ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને હળવદ પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં હાલમાં જામનગરની ગેંગને પકડવામાં આવેલ છે અને હળવદના પીઆઈ આર.ટી વ્યાસ તથા તેની ટીમે આરોપી સોનુસિંહ ઉર્ફે શેરસિંહ રણજીતસિંહ ખીરચી લુહાર જાતે ચીખલીગર રહે. યોગેશ્વરધામ ઢીંચડા રોડ ખોડીયાર કોલોની જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં શેરસિંહ રણજીતસિંહ ખીરચી રહે. જામનગર અને જસબીરસિંગ ઉર્ફે રવીસિંગ રહે. ભરૂચ વાળાના નામ સામે આવેલ છે જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)