મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના નવા ધનાળા ગામના પાટિયા પાસેથી એસઓજીની ટીમે 6.89 કિલો ગાંજા સાથે બે શખ્સને દબોચ્યા


SHARE









હળવદના નવા ધનાળા ગામના પાટિયા પાસેથી એસઓજીની ટીમે 6.89 કિલો ગાંજા સાથે બે શખ્સને દબોચ્યા

માળીયા હળવદ રોડ ઉપર આવેલ નવા ધનાળા ગામના પાટીયાથી નવા ધનાળા ગામ તરફના જતા રસ્તા પરથી ડબલ સવારી બાઈક જતું હતું તેને રોકીને એસઓજી ટીમે તે શખ્સોને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી 6.89 કિલો ગાંજા મળી આવેલ હતો જેથી કરીને પોલીસે બે શખ્સની ધરપકડ કરી હતી અને હળવદ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ છે.

મોરબી એસઓજીની ટીમના જુવાનસિંહ રાણા અને આશીફભાઇ રાઉમાને બાતમી મળેલ હતી જેના આધારે ટિમના માણસો નવા ધનાળા ગામના પાટિયા પાસે વોચમાં હતા ત્યારે મળેલ બાતમી મુજબનું બાઇક નંબર જીજે 3 એફજે 1535 પસાર થયું હતું ત્યારે તે બાઇકને રોક્યું હતું અને તેના ઉપર જઈ રહેલા બંને શખ્સોને ચેક કર્યા હતા ત્યારે આ શખ્સો ગાંજો લઈને જતાં હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આરોપી અરૂણ કાલુસીંગ પટલે (24) અને જાકેશ કાલુસીંગ પટલે (20) રહે. બન્ને હાલ પ્રતપાગઢ ગામની સીમ મૂળ રહે. મહારાષ્ટ્ર વાળાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 6.89 કિલો ગાંજા પકડી પાડવામાં આવ્યા છે. અને 68 હજારની કિંમતના ગાંજા સાથે પકડાયેલા આ બંને શખ્સની એસએમે એનડીપીએસની કલમ હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે અને આ કામગીરી એસઓજી પીઆઇ એન.આર.મકવાણાની સૂચના મુજબ સ્ટાફે કરી હતી




Latest News