હળવદના વેગડવાડ રોડે બાઈક આડે ખુંટીયો આવતા થયેલા અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું મોત
મોરબીમાં રોંગ સાઇડમાં આવેલ વાહન ઊભું રાખવાનું કહેતા ટ્રાફિક શાખાના બે પોલીસ જવાનને આઇસર ટ્રકના ચાલકે ઉડાવ્યા
SHARE
મોરબીમાં રોંગ સાઇડમાં આવેલ વાહન ઊભું રાખવાનું કહેતા ટ્રાફિક શાખાના બે પોલીસ જવાનને આઇસર ટ્રકના ચાલકે ઉડાવ્યા
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી રોંગ સાઈડમાં આઇસર લઈને નીકળેલા શખ્સને તેનું વાહન ઉભું રાખવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ઈશારો કરવામાં આવ્યો હતો જો કે, તે શખ્સ પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી ટ્રાફિક પોલીસ બાઇક ઉપર તેની પાછળ તેને પકડવા માટે ગયા હતા ત્યારે નેશનલ હાઈવે રોડ ઉપર ચામુંડા હોટલ પાસે આઇસરના ચાલકે બાઈક ઉપર આવેલ ટ્રાફિક પોલીસના જવાનોને હડફેટે લીધા હતા જેથી બે પોલીસ કર્મચારીઓને ફ્રેક્ચર જેવી ઈજા થયેલ હતી જેથી કરીને તે બંનેને સારવારમાં લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને આઇસર ચાલક પોતાનું વાહન છોડીને નાશી ગયેલ છે જેથી હાલમાં ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કિશોરભાઈ મનજીભાઈ સોલગામાં (37)એ હાલમાં આઇસર ટ્રક નંબર જીજે 1 સીઝેડ 9324 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે તેઓ પોતાની ફરજ ઉપર હતા અને ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા દરમિયાન આરોપી પોતાના હવાલા વાળું આઇસર રોંગ સાઈડમાં ચલાવીને નીકળ્યો હતો જેથી તેને આઇસર ટ્રક ઉભો રાખવા માટે થઈને ઇસારો કર્યો હતો જોકે આઇસર ટ્રકના ચાલકને તે સારું ન લાગતા તેણે ફરિયાદીની નજીક સુધી પોતાનું વાહન લઈ આવીને ત્યાંથી કાવું મારીને આઇસર લઈને તે ભાગી ગયો હતો જેથી ફરિયાદી તથા અન્ય પોલીસ કર્મચારી બાઈક ઉપર આઇસર ટ્રકની પાછળ ગયા હતા અને ત્યારે આઇસર ટ્રકના ચાલકે યુટર્ન લેતા ફરિયાદી તથા સાહેદને મારી નાખવાના ઇરાદે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી ફરિયાદીને ડાબા ખભામાં તથા તેની સાથે રહેલા પોલીસ કર્મચારીને ડાબા પગની ઘૂટીમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ હતી જોકે આ અકસ્માત સર્જીને આઇસર ટ્રકનો ચાલક પોતાના હવાલા વાળું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી ઈજા પામેલ બંને પોલીસ કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં ટ્રાફિક શાખાના પોલીસ જવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસની ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને અકસ્માત સર્જીને નાસી છૂટેલા આઇસર ટ્રકના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે