મોરબી જીલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રામાં પશુ આરોગ્ય મેળાનું આયોજન
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્માન ભારત યોજના હેઠળ બાળકો માટે ફી સર્જરી કેમ્પ યોજાશે
SHARE
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્માન ભારત યોજના હેઠળ બાળકો માટે ફી સર્જરી કેમ્પ યોજાશે
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિવિલ હોસ્પિટલ મોરબી તથા ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી મોરબીના સહયોગ તથા જયદીપ હોસ્પિટલ અમદાવાદના સયુંકત ઉપક્રમે મફત નિદાન તેમજ મફત સર્જરી કેમ્પનું આયોજન કરેલ છે. આગામી તા. ૨૦-૧૧ શનિવારના રોજ મોરબી સિવિલ હોસ્પિટલના ઓ.પી.ડી. વિભાગ ખાતે સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં અમદાવાદના ખ્યાત નામ ડૉ. જ્યુલ કામદાર (નવજાત શિશુબાળકો ના સર્જન) ડૉ. નીશ્ચલ નાયક (કોસ્મેટીક અને પ્લાસ્ટીક સર્જન) ઉપસ્થિત રહી નિદાન કરશે. આ કેમ્પનો લાભ લેવા માટે ડૉ. પ્રદીપ કે. દુધરેજીયા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સિવિલ હોસ્પિટલ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતિરા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ કેમ્પમાં કપાયેલા હોઠ ફાટેલા તાળવાની સારવાર તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ (૦ થી ૧૮ વર્ષ) ના બાળકોની તમામ સર્જરીનું નિદાન તથા સારવાર થશે. કેમ્પ અંગે વધુ માહિતી માટે ૯૪૨૮૨૪૯૯૮૨ પર સંપર્ક કરી શકાશે.