મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે


SHARE













મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે

મોરબી તાલુકાની પીપળીયા ચોકડી નજીક હોટલની પાછળના ગ્રાઉન્ડમાં ટેન્કર ઉભું રાખીને તેમાં ભરેલ જવલંતશીલ પદાર્થ ટ્રકોની ડીઝલ ટેન્કમાં ભરવામાં આવતો હતો ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી ટેન્કર, બે ટ્રક અને જવલંતશીલ પદાર્થ મળીને 72,25,000 રૂપિયાની કિંમતમાં મુદ્દા માલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં બે શખ્સોને ત્યાંથી શંકાસ્પદ તરીકે પકડવામાં આવ્યા છે અને આ અંગે માળિયા પોલીસ સાથે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

મોરબી જિલ્લામાં અગાઉ એસએમસીની ટીમ દ્વારા રેડ કરીને ટેન્કરમાંથી થતી ડીઝલ ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ થોડા સમય પહેલાં પેટકોક ચોરી અને ભેળસેળ કરીને વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરવામાં આવતી હોવાની ઘટનાનો એસ.એમ.સી એ પર્દાફાશ કર્યો હતો તેવામાં મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા તથા એલસીબી ની ટીમ દ્વારા મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ રાધે ક્રિષ્ના હોટલની પાછળના ભાગમાં ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર ટેન્કરમાં ભરેલ જ્વલંતશીલ પદાર્થ જુદા જુદા ટ્રકના ડીઝલ ટેન્કમાં ભરવામાં આવતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું જેથી કરીને સ્થળ ઉપરથી 2500 લીટર જ્વલંતશીલ પદાર્થ ભરેલું એક ટેન્કર તથા બે ટ્રક મળીને કુલ 72.25 લાખ રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો છે અને સ્થળ ઉપરથી શંકાસ્પદ હાલતમાં રાજુસિંગ મુન્નાભાઈ ઠાકોર રહે. રાજસ્થાન તથા વિનોદસિંહ જાનકીપ્રસાદ ઠાકોર રહે. આગ્રા વાળાને પકડ્યા હતા અને હોટલના સંચાલક ધર્મેશભાઇ ઉર્ફે હક્કાભાઇ બાબુભાઈ ચાવડા રહે. મોરબી વાળાનું નામ સામે આવેલ છે જેથી ત્રણેય સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને હાલમાં ટેન્કરમાં ભરેલા જ્વલંતશીલ પદાર્થના સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવશે અને આ કાર્યવાહીની હાલમાં પુરવઠા વિભાગને પણ પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલ છે. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.




Latest News