મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે
ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત
SHARE
ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત
ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ શ્રીરામ ફેક્ટરીમાં કામગીરી દરમિયાન યુવાન ફાઇબરના શેડ ઉપર કામ કરતો હતો ત્યારે અકસ્માતે તે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના મોટાભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદના કાળુપુર વિસ્તારમાં આવેલ હરણવાળી પોળ નવી મોહલ્લ્ત ખાતેના રહેવાસી મોહમ્મ્દજુનેદ નુરમોહમ્મદ શેખ (37) નામનો યુવાન ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ શ્રીરામ ફેક્ટરીમાં ફાઇબરના શેડ ઉપર કામ કરતો હતો દરમિયાન અકસ્માતે તે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા આ બનાવ અંગેની મૃતક યુવાનના મોટાભાઈ સોહિલભાઈ નુરમોહમ્મદ શેખ (40) રહે. હરણવાળી પોળ નવી મોહલ્લ્ત કાળુપુર અમદાવાદ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
યુવાનનું મોત
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર અંજલી પાર્ક સોસાયટી રામકો બંગલોની પાછળ રહેતા હરેશભાઈ મગનલાલ અંદરપા (44) ને લાંબા સમયથી મગજની બીમારી હતી અને ગઈકાલે સવારે 11:00 વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા ત્યારે શ્વાસ બંધ થઈ જતા તેને ખાનગી ગાડીમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ મૃતકના કૌટુંબિક કલ્પેશભાઈ મગનભાઈ અંદરપા (40) રહે. રાજકોટ વાળાએ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.