મોરબીમાં વેપારી યુવાનને વેરો ભરવા માટે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1738985549.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીમાં વેપારી યુવાનને વેરો ભરવા માટે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી
મોરબીમાં દુકાનનો વેરો ભરવા માટે થઈને દુકાનદારને દુકાન વેંચનારે ફોન કર્યો હતો જો કે યુવાને દુકાનનો વેરો ભર્યો ન હતો અને તે બાબતે યુવાન દુકાન વેંચનારને પૂછવા માટે થઈને ગયો હતો ત્યારે ઉશ્કેરાઈ ગયેલા વ્યક્તિએ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને રાઇફલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાર બાદ લાકડી વડે ડાબા હાથમાં બે ઘા મારીને ફ્રેક્ચર કર્યું હતું જેથી ઇજા પામેલા વેપારી યુવાને સારવાર લીધા બાદ દુકાન વેંચનાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ આસ્થા-બી એપાર્ટમેન્ટ ખાતે રહેતા દિનેશભાઈ શૈલેષભાઈ ઝાલરીયા (21)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાબુભાઈ પટેલ રહે સરદાર બાગ પાછળ આદર્શ સોસાયટી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતાએ આરોપી પાસેથી દસ વર્ષ પહેલા દુકાન વેંચતી લીધી હતી. જે દુકાનનો વેરો ભરવા માટે આરોપીએ ત્રણ દિવસ પહેલા યુવાનને ફોન કર્યો હતો પરંતુ ફરિયાદીએ વેરો ભર્યો ન હતો અને યુવાન વેરા બાબતે આરોપીને પૂછવા માટે તેના ઘરે ગયો હતો ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ જઈને યુવાનને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને લાકડી વડે તેના ડાબા હાથમાં બે ઘા મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)