મોરબીમાં વેપારી યુવાનને વેરો ભરવા માટે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી
માળીયા (મી)ના વેણાસર નજીક ઝૂપડામાંથી બંદૂક સાથે એક શખ્સ પકડાયો
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1738986636.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
માળીયા (મી)ના વેણાસર નજીક ઝૂપડામાંથી બંદૂક સાથે એક શખ્સ પકડાયો
માળીયા તાલુકાના વેણાસર ગામની સીમમાં ઝૂપડામાં રહેતા શખ્સ પાસે હથિયાર હોવાની બાતમી મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જઈને ચેક કર્યું હતું ત્યારે સ્થળ ઉપરથી દેશી બનાવટની જામગરી બંદૂક મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,000 ની કિંમતનું હથિયાર કબજે કરેલ છે અને આરોપીને પકડીને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનની ટિમ પેટ્રોલિંગમા હતી ત્યારે રાયમલભાઈ શિયાર અને મોસીનભાઇ સીદીને હકિકત મળી હતી કે, માળીયા તાલુકાના વેણાસર ગામની સીમમાં કાદુરી વિસ્તાર તરીકે ઓળખાતા એરિયામાં ઝૂપડામાં રહેતા શખ્સ પાસે દેશી બનાવટનું હથિયાર છે જેથી કરીને પોલીસે ત્યાં જઈને ચેક કર્યું હતું ત્યારે સ્થળ ઉપરથી દેશી બનાવટની એક જામગરી બંદૂક મળી આવી હતી જેથી કરીને 2000 ની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી પરબતભાઈ પ્રભુભાઈ દેગામા (45) રહે. કાદુરી વિસ્તાર વેણાસર ગામની સીમ માળિયા(મિ.) વાળાની ધરપકડ કરેલ છે. અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)