રાજકોટની પરિણીતાએ મોરબીમાં બે સામે કરી સામૂહિક દુષ્કર્મની ફરિયાદ: સામાપક્ષે યુવાને મહિલા અને પત્રકાર સહિત ત્રણ સામે કરી બ્લેક મેલિંગની ફરિયાદ ! મોરબીમાં સોશ્યલ મીડિયામાં મુકેલ રિલ્સ ઉપર કોમેન્ટ કરનાર યુવાનને મારી નાખવાની ધમકી માળીયા (મી)માં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે પાવડરની આડમાં ગોરખધંધા: માળિયા (મી) હાઇવે રોડેથી 2256 બીયર ભરેલ ટ્રક સાથે એક પકડયો, 33.45 લાખનો મુદામાલ કબજે માળીયા (મી)ના વેણાસર નજીક ઝૂપડામાંથી બંદૂક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં વેપારી યુવાનને વેરો ભરવા માટે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરના રાતડીયા ગામે પ્રેમ સબંધનો ખાર રાખીને યુવતીની માતા સહિત છ લોકોએ યુવાનને ધારિયા, પાઇપ અને લાકડી વડે મારમાર્યો મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતડીયા ગામે પ્રેમ સબંધનો ખાર રાખીને યુવતીની માતા સહિત છ લોકોએ યુવાનને ધારિયા, પાઇપ અને લાકડી વડે મારમાર્યો


SHARE













વાંકાનેરના રાતડીયા ગામે પ્રેમ સબંધનો ખાર રાખીને યુવતીની માતા સહિત છ લોકોએ યુવાનને ધારિયા, પાઇપ અને લાકડી વડે મારમાર્યો

વાંકાનેર તાલુકાના રાતડીયા ગામના વોકળા પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તે યુવાનને જે યુવતી સાથે અગાઉ પ્રેમસંબંધ હતો તેની માતા સહિતના બે વ્યક્તિઓએ તે યુવાનને રોકીને ગાળો આપી હતી અને ધારિયા વડે હુમલો કરી માર માર્યો હતો તેમજ બે બાઈકમાં બીજા ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને યુવાનને પાઇપ તથા ધોકા વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત કુલ છ વ્યક્તિની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે રહેતા પ્રભુભાઈ જોધાભાઈ મેર (26) નામના યુવાને હાલમાં વિજયભાઈ ધુડાભાઇ ડાભી, મધુબેન રમેશભાઈ ડાભી, ભરતભાઈ ધુડાભાઈ ડાભી, હરેશભાઈ હેમંતભાઈ ડાભી, ગુણવંતભાઈ હેમંતભાઈ ડાભી અને ચતુરભાઈ રમેશભાઈ ડાભી રહે બધા રાતડીયા ગામ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, રાતડીયા ગામના વોકળા પાસેથી ફરિયાદી પોતાનું બાઈક લઈને પોતાના ઘર તરફ આવતો હતો ત્યારે આરોપી મધુબેન ડાભીની દીકરી સાથે તેને અગાઉ પ્રેમસબંધ હોય જે બાબતનો ખાસ રાખીને વિજયભાઈ તથા મધુબેનએ બાઈક આડું રાખીને ફરિયાદી યુવાનને રોક્યો હતો અને બાઈક ઉપરથી તેને નીચે ઉતારીને તેને મધુબેને ગાળા આપી હતી અને વિજયભાઈએ ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યાર બાદ પોતાની પાસે તેલ ધારીયા વડે હુમલો કરીને ડાબા પગના નળાના ભાગે ફેક્ચર જેવી ઇજા કરી હતી ત્યારબાદ બે મોટરસાયકલમાં ભરતભાઈ, હરેશભાઈ, ગુણવંતભાઈ અને ચતુરભાઈ આવ્યા હતા અને તેમણે લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.








Latest News