માળીયા (મી)માં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
SHARE






માળીયા (મી)માં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયા દ્વારા માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બે શખ્સ સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને મેજિસ્ટ્રેટને આપવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી શબ્બીર મહમંદહનીફ ઉર્ફે બાબો જેડા (22) અને ઇર્ષાદ મહમંદહનીફ ઉર્ફે બાબો જેડા (20) રહે. બન્ને હાલ રણછોડનગર સાંઇબાબાના મંદિર પાસે મોરબી મુળ રહે. નવાગામ માળીયા વાળાની પાસા હેઠળ ધરપકડ કરીને પોલીસે એક આરોપીને મધ્યસ્થ જેલ વડોદરા તથા બીજા આરોપીને ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.


