માળીયા (મી)ના વેણાસર નજીક ઝૂપડામાંથી બંદૂક સાથે એક શખ્સ પકડાયો
પાવડરની આડમાં ગોરખધંધા: માળિયા (મી) હાઇવે રોડેથી 2256 બીયર ભરેલ ટ્રક સાથે એક પકડયો, 33.45 લાખનો મુદામાલ કબજે
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1738987903.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
પાવડરની આડમાં ગોરખધંધા: માળિયા (મી) હાઇવે રોડેથી 2256 બીયર ભરેલ ટ્રક સાથે એક પકડયો, 33.45 લાખનો મુદામાલ કબજે
મોરબી જિલ્લામાં માટીની અને પાવડરની આડમાં દારૂના જથ્થાને હેરાફેરી થતી હોય એવું અગાઉ પણ સામે આવી ગયું છે તેવામાં માળિયા હાઇવે રોડ ઉપર આવેલ આરામ હોટલ પાસેથી પસાર થયેલ ટ્રકને રોકને એલસીબીના પીઆઇને મળેલ બાતમી આધારે ટ્રક ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે ટ્રકમાં માટી પાવડરની બોરીઓની આડમાં બિયરનો જથ્થો લઈ આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે 2256 બિયરના ટીન તથા અન્ય મુદ્દા માલ મળીને કુલ 33,45,166 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ટ્રક ડ્રાઇવરની હાલમાં ધરપકડ કરેલ છે તેમજ માલ મોકલાવનાર અને મંગાવનારનું પણ નામ સામે આવ્યું હોય હાલમાં બંને શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી. પંડ્યાને મળેલ બાતમી આધારે એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટિમ માળીયા કચ્છ હાઇવે ઉપર વોચમાં હતી ત્યારે માળીયા હાઇવે રોડ ઉપર આવેલ આરામ હોટલની સામેથી ટ્રક નંબર આરજે 14 જીએચ 2137 પસાર થઈ રહયો હતો જે ટ્રકને રોકીને પોલીસે તે ટ્રકને ચેક કર્યો હતો ત્યારે તે ટ્રકમાં માટી પાવડરની બોરીઓની આડમાં બિયરના જથ્થાને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ટ્રકમાં ભરવામાં આવેલ 2256 બિયરના ટીન જેની કિંમત 2,82,000 તથા મોબાઈલ ફોન ગાડી અને 35,740 ટન માટી પાવડર આમ ફુલ મળીને 33,45,166 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી ટ્રક ડ્રાઇવર ટીકારામ પોખરામલ વર્મા (34) રહે. હાલ અલગોઇ તાલુકો ખંડેલા રાજસ્થાન વાળાની ધરપકડ કરે છે તેની પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો મોકલાવનાર અને મંગાવનાર તરીકે રોહિત નામ સામે આવ્યું છે જેથી બંને શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે માલ મોકલાવનાર તથા મંગાવનારને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે
દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ
મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 770 લીટર આથો તથા 40 લિટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ તથા ગેસનો બાટલો ગેસનો ચૂલો વિગેરે મુદ્દામાલ મળીને 27, 050 ની કિંમતનો માલ કબજે કરે છે અને સ્થળ ઉપરથી સતીશભાઈ બટુકભાઈ જોગડીયા (22) રહે. નવાગામ તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં કિરણ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામા રહે. લીલાપર તાલુકો મોરબી વાળાનું નામ સામે આવ્યું છે જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)