માળીયા (મી)માં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબીમાં સોશ્યલ મીડિયામાં મુકેલ રિલ્સ ઉપર કોમેન્ટ કરનાર યુવાનને મારી નાખવાની ધમકી
SHARE









મોરબીમાં સોશ્યલ મીડિયામાં મુકેલ રિલ્સ ઉપર કોમેન્ટ કરનાર યુવાનને મારી નાખવાની ધમકી
મોરબીમાં સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ રિલ્સ ઉપર કરવામાં આવેલ કોમેન્ટ બાબતે સારું ન લાગતાં યુવાન અને તેના કૌટુંબિક ભાઈઓના મા-બહેનના ચરિત્ર ઉપર જેમ ફાવે તેમ ગાળો લખી કોમેન્ટ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફોન કરીને કોમેન્ટ ડીલીટ કરવા માટે થઈને ધમકી આપી હતી આટલું નહીં પરંતુ ફરિયાદીએ ફોન ઉપર કરેલી વાતનું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં તેમજ વ્હોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યું હતું.જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપ આલ્ફા-બી ફ્લેટ નં.402 ખાતે રહેતા કુલદીપભાઈ હરિભાઈ લોરીયા (32) એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યોગેશ કાસુન્દ્રા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીએ પોતાના ફેસબુક આઇડી કુલદીપ લોરીયામાં આવેલ જે.ટી.કાસુન્દ્રાની રિલ્સ ઉપર કોમેન્ટ કરી હતી.જે બાબતે યોગેશ કાસુન્દ્રાને તે સારું લાગ્યું ન હતું અને ફેસબુક આઇડી પરથી યોગેશ કાસુન્દ્રાએ ફરિયાદીએ કરેલ કોમેન્ટ બાબતે ફરિયાદી યુવાન તથા તેના કૌટુંબિક ભાઈના મા-બેનના ચરિત્ર ઉપર જેમ ફાવે તેમ ગાળો લખેલ હતી તથા ફરિયાદી યુવાનને ફોન ઉપર ફોન કરીને કોમેન્ટ ડીલીટ કર નહીં તો જીવવા નહીં દઉં તેવી ગર્ભિત ધમકી આપી હતી અને ફરિયાદી યુવાન સાથે જે ફોન ઉપર વાતચીત થયેલ હતી.તેનું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં તથા વ્હોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યું હતું.જેથી આ બાબતે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
