મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)માં સરકારી ગોડાઉનમાંથી ઘઉં અને ચોખાની ચોરી !: બે શખ્સ પકડાયા


SHARE













માળીયા (મી)માં સરકારી ગોડાઉનમાંથી ઘઉં અને ચોખાની ચોરી !: બે શખ્સ પકડાયા

માળીયા (મી) તાલુકામાં સરકારી અનાજનું ગોડાઉન આવેલ છે જેમાંથી ઘઉં અને ચોખાની ચોરી કરવામાં આવી હતી અને બજારમાં વેચવાની તૈયારીમાં હતા તેવામાં મૂળ મધ્યપ્રદેશ અને હાલમાં મોરબી અને રાજકોટ ખાતે રહેતા બે શખ્સ મળી આવ્યા હતા જેથી માળીયા (મી) પોલીસે ઇકો ગાડી તેમજ ચોરાઉ ઘઉં ચોખા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી કરવાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી)ના પીઆઇ આર.સી. ગોહિલ અને તેની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીને આધારે સરકારી અનાજના ગોડાઉમાંથી ઘઉં અને ચોખાની ચોરી કરીને બજારમાં વેચવાની તૈયારીમાં હતા તેવામાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના યમુનાનગરમાં રહેતા શિવરાજસિંગ કાલીચરન રાજપૂત અને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા રાહુલ પૂજારામ રાજપૂતને પકડવામાં આવ્યા હતા અને 11 ગુણી ચોખા, 4 ગુણી ઘઉં, બે મોબાઈલ, તેમજ એક ઇકો ગાડી સહિત કુલ મળીને 4,42,750 નો મુદામાલ કબજે કરેલ છે. ગુનામાં સંડોવાયેલ શનાળા પાસે રહેતા રમેશભાઈ નામના શખ્સનું નામ સામે આવ્યું છે અને આ આરોપીઓ સરકારી ગોડાઉનમાં રાખવામા આવેલ અનાજમાંથી ચોરી કરીને ખુલ્લા બજારમાં વેચી નાખતા હોવાનું સામે આવ્યું છે ત્યારે જો પુરવઠા વિભાગ દ્વારા આ અંગેની ઊંડી તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.




Latest News