મોરબીના યુવા વકીલ નિતિનભાઇ પંડયા-સોનલબેન પરમારની ઈન્ડિયન રેલ્વેમાં પેનલમાં નિમણૂક
મોરબીની આયુષ હોસ્પિટલમાં છ મહિનાની બાળકીનું હાઈડ્રોસેફેલસ (મગજમાં પાણીનો ભરાવું) નું સફળતાપુર્વક ઓપરેશન કરાયું
SHARE







મોરબીની આયુષ હોસ્પિટલમાં છ મહિનાની બાળકીનું હાઈડ્રોસેફેલસ (મગજમાં પાણીનો ભરાવું) નું સફળતાપુર્વક ઓપરેશન કરાયું
મોરબી જિલ્લામાં એક માત્ર ન્યૂરો સર્જરી ( મગજ, મણકા વિભાગ) જેવા સુપર સ્પેશિયાલીટી વિભાગમાં મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવેલ છે.જેમાં માત્ર છ મહિનાની બાળકીનું હાઈડ્રોસેફેલસ એટલે કે મગજમાં પાણીનો ભરાવુંની બીમારીનું ઓપરેશન કરાયું હતુ.
મોરબી જિલ્લાની નાની બાળકી લક્ષ્મીને મગજમાં પાણીનો ભરાવો થતો હતો.માથાની સાઈજ વધી ગઈ હતી તેમની ભાન અવસ્થા ખોરવાઈ હતી અને બાળકી તકલીફમાં મુકાઇ હતી.ત્યાર બાદ આયુષ હોસ્પિટલ ખાતે ડૉ.પ્રતિક પટેલ દ્વારા આમનું જેમાં મગજમાં નળી મૂકી વીપી સ્ટન્ટ સ્ટ્રેટેજી (VP Shunt Surgery) નામનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ. મગજમાં પાણી ભરાવું આટલે કે હાઈડ્રોસેફેલસ જેમાં મગજના પોલાણમાં પાણીનો ભરાવો થાય છે અને મગજની તથા માથાની સાઈજ વધતી જાય છે.જેના માટે આયુષ હોસ્પિટલ ખાતે ન્યૂરોસર્જરી વિભાગ હેઠળ ડૉ.પ્રતિક પટેલ દ્વારા વિપિ શન્ટ (વિન્ટ્રિકલ-પેરિટોનિયલ શન્ટ સર્જરી) નામની સર્જરી કરવામાં આવે છે.મોરબી જિલ્લામાં એક માત્ર ફુલ ટાઈમ ન્યૂરો સર્જન આયુષ હોસ્પિટલ ખાતે સેવા આપે છે.
