મોરબીના મકનસર ગામે પરણીતાએ પતિ-જેઠના ત્રાસથી કર્યો’તો આપઘાત: ગુનો નોંધાયો
હળવદના વેગડવાવ રોડે કાર ચાલકે એક્ટિવા-બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1739162949.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
હળવદના વેગડવાવ રોડે કાર ચાલકે એક્ટિવા-બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત
હળવદ તાલુકાના વેગડવાવ રોડ ઉપરથી એકટીવા અને બાઈક બે વાહનો પસાર થતા હતા ત્યારે સામેના ભાગેથી આવતી કારના ચાલકે તે બંને વાહનોને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો ત્યારે એકટીવા લઈને જઈ રહેલા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને બાઈક વાળાને પણ ઇજા થવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માનસર ગામના રહેવાસી નટવરગીરી શિવગીરી ગોસાઈ (50)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીજે 1 કેજે 5502 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 29/1 ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં તેનો દીકરો મહેશગીરી તેનું એકટીવા નંબર જીજે 36 એએચ 9534 લઈને ઇસનપુર થી હળવદ આવી રહ્યો હતો અને તેની પાછળ બીજા મોટરસાયકલમાં રતિલાલ વાલજીભાઈ પરમાર રહે હળવદ વાળા આવતા હતા અને તેમની પાસે બાઈક નંબર જીજે 13 એચએચ 7284 હતું દરમિયાન વેગડવાવ રોડ ઉપર હળવદ તરફથી આવતી કારના ચાલકે ફરિયાદીના દીકરાનું એક્ટિવા તથા રતિલાલના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના દીકરા મહેશગીરીને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને રતિલાલને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)